New Delhi, તા.૯
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ્૨૦ સિરીઝની બીજી મેચ રવિવારે રમાશે. આ મુકાબલો ગકેબેહરાના સેન્ટ જ્યોર્જ પાર્ક સ્ટેડિયમમાં યોજાશે. ટીમ ઈન્ડિયાએ સિરીઝની પ્રથમ મેચમાં શાનદાર જીત નોંધાવી. હવે બીજી મેચની તૈયારી છે. ચાહકો આ મુકાબલો ફ્રીમાં લાઈવ જોઈ શકશે. આ ટીવી સાથે મોબાઈલ એપ પર પણ જોઈ શકાશે. એક મહત્વની વાત એ પણ છે કે આ મેચનો સમય અલગ હશે.
ભારત-દક્ષિણ આફ્રિકાનો બીજો મુકાબલો રવિવારે સેન્ટ જ્યોર્જ પાર્ક સ્ટેડિયમમાં રમાવાનો છે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે ૭.૩૦ વાગ્યાથી શરૂ થશે. જ્યારે પહેલી મેચ રાત્રે ૮.૩૦ વાગ્યાથી રમાઈ હતી. પહેલી મેચ ડરબનમાં યોજાઈ હતી. આ કારણે તેનો સમય અલગ હતો.
ટીમ ઈન્ડિયા આ સિરીઝમાં ચાર મેચ રમશે. આ સિરીઝ ટીવી ચેનલ જીર્િંજ૧૮ પર જોઈ શકાશે. જો દર્શકો બીજી ્૨૦ મેચ મોબાઈલ પર જોવા માંગે તો તે પણ શક્ય છે. આ માટે ર્ત્નૈઝ્રૈહીદ્બટ્ઠ એપ ડાઉનલોડ કરવી પડશે. અહીં મેચ ફ્રીમાં લાઈવ જોઈ શકશે.
ભારત-દક્ષિણ આફ્રિકાની બીજી મેચના દિવસે હવામાન ઠંડું રહી શકે છે. હવામાન વિભાગ મુજબ તાપમાન લગભગ ૧૬ ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. વરસાદની શક્યતા ખૂબ જ ઓછી છે. તેથી મેચ દરમિયાન કોઈ મુશ્કેલી આવવાની શક્યતા નહીવત છે.
ભારતે ્૨૦ સિરીઝની પહેલી મેચમાં ૬૧ રનથી જીત નોંધાવી. સંજૂ સેમસને દક્ષિણ આફ્રિકા સામે આ મેચમાં વિસ્ફોટક સદી ફટકારી. તેમણે ૫૦ બોલનો સામનો કરતાં ૧૦૭ રન બનાવ્યા. સેમસનની આ ઇનિંગ્સમાં ૧૦ છગ્ગા અને ૭ ચોગ્ગા સામેલ હતા. તિલક વર્માએ ૧૮ બોલમાં ૩૩ રન બનાવ્યા હતા. તેમણે ૩ ચોગ્ગા અને ૨ છગ્ગા ફટકાર્યા. આ રીતે ભારતે ૨૦૨ રન બનાવ્યા હતા. તેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ ૧૪૧ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ.
સંજૂ સેમસને અભિષેક શર્મા સાથે મળીને ટીમ ઇન્ડિયાના ઇનિંગનો પ્રારંભ કર્યો હતો. અભિષેક માત્ર ૭ રન બનાવીને પવેલિયનમાં પરત ફર્યા હતા, પરંતુ સેમસન બીજા છેડે ક્રીઝ પર ટકી રહ્યો.
આ દરમિયાન તેમણે ૨૭ બોલમાં તેના ૫૦ રન પૂરા કર્યા અને આશ્ચર્યજનક વાત એ હતી કે આગલા ૫૦ રન બનાવવા માટે તેમણે માત્ર ૨૦ બોલ જ રમ્યા. તેમણે કેપ્ટન સૂર્યકુમાર યાદવ સાથે ૬૬ રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી. તિલક વર્માએ પણ તેને સારો સાથ આપ્યો, જેણે ૧૮ બોલમાં ૩૩ રન બનાવ્યા.

