Rajkot તા.૧૫
વિશ્વમાં શાંતિ અને સ્થિરતા જાળવવામાં ભારત હંમેશા અગ્રણી રહયુ છે ત્યારે આશરે દોઢ મહિનાથી પશ્ચિમ એશિયામાં અમેરીકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલ યુઘ્ધને કારણે ભારત દેશ સહિત અન્ય અનેક દેશોને પારાવાર નુકશાન પહોંચી રહયુ છે અને પરિસ્થિતી વિકટ બની ગઈ છે.
અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન આ ત્રણેય દેશો ઉપર વડાપ્રધાનનુ ખુબજ સારૂ પ્રભુત્વ હોય આમા તાત્કાલીક અસરથી મઘ્યસ્થી થઈને યુઘ્ધ બંધ કરાવવુ જોઈએ. તેમજ જે દેશની ત્રેવડ નથી એ દેશ આમા મઘ્યસ્થી થવાના ફાકા મારી રહયુ છે ત્યારે ભારત દેશ એક સક્ષમ દેશ હોય આમા મઘ્યસ્થી કરે તો એક સોનામાં સુગંધ ભળશે અને આશા અને વિશ્વાસ છે કે વડાપ્રધાનના નેતૃત્વમાં આ વૈશ્વિક યુઘ્ધની પરિસ્થિતિમાં કોઈ નક્કર પરિણામ આવશે જ અને સમગ્ર વિશ્વ તેની નોંધ લેશે. તો આ અંગે તાત્કાલીક અસરથી ઘટતુ કરવા અને યુઘ્ધ બંધ કરાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી.વૈષ્ણવ દ્વારા રજુઆત કરવામાં આવી છે. તેમ રાજકોટ ચેમ્બરની યાદીમાં જણાવેલ છે.

