New Delhi તા.10
ફ્રાન્સ પાસેથી ભારતે જે 114 રાફેલ લડાયક વિમાનનો સોદો કર્યો છે તેમાં હવે ફ્રાન્સની કંપની દ્વારા અપાયેલ મિસાઈલ કે અન્ય શ પ્રણાલી નહી પરંતુ ભારતમાં જ નિર્મિત મિસાઈલ અને શો ફીટ કરાશે. અગાઉ આવેલા રાફેલમાં મિસાઈલ પ્રણાલી માટે ભારતે સતત ફ્રાન્સ પર આધાર રાખવો પડતો હતો અને તેના કારણે વિમાન વધુ પડતા મોંઘા પણ પડતા હતા.
પરંતુ સરકારે હવે ફ્રાન્સની સરકાર સાથે સીધો સોદો કર્યો છે જેમાં આ વિમાનની સાથે ભારતીય શ પ્રણાલી ફીટ કરી શકાય તેવા ઈન્ટરફેસ ક્નટ્રોલ ડોકયુમેન્ટ પણ ભારતને મળશે. આ અંગે ફ્રાન્સની કંપની દસોલ્ટ સાથે વાતચીત શરુ થઈ છે અને એ ઉપરાંત રૂા.3.25 લાખ કરોડના આ સોદામાં 96 ફાઈટર જેટ ભારતમાં જ બનાવવામાં આવશે.
આ માટે હિન્દુસ્તાન એરોમેટીક લી. અને દસોલ્ટ કંપની બંને સંયુક્ત રીતે કામ કરશે. 18 ફાઈટર જેટ ફલાય-અવે ક્નડીશનમાં ભારતને ડીલીવર કરવામાં આવશે જે 96 વિમાનો ભારતમાં તૈયાર થનાર છે તેમાં 25 ટકાથી વધુ સ્પેરપાર્ટસ ભારતમાં જ નિર્મિત કરાશે.
જો કે હજુ સુધી ફ્રાન્સીસ કંપનીએ સોર્સ કોડ આપવાનો ઈન્કાર કર્યો છે. આ કોડ એ વિમાનના રડાર તેમજ ઈલેકટ્રોનીક વોરફેર સીસ્ટમ અને હથિયાર વચ્ચે સંકલન કરે છે. ફ્રાન્સ આ સીસ્ટમ કોઈ ત્રીજા દેશને દેતુ નથી. જો કે રશિયાએ ભારતને સુખોઈ-57 પ્રકારના વિમાનમાં સોર્સ કોડ સહિત ઉત્પાદન માટે સહયોગ આપવાની જાહેરાત કરી છે.

