શ્રમયોગીએ યુનિયન મારફતે સહાયક કોમ્પ્યુટર પ્રોગ્રામરે કાયમી અને મળવાપાત્ર પગાર ગ્રેડ મેળવવા માટે ઔદ્યોગિક અદાલત સમક્ષ માંગ મુકી તી
Junagadh,તા.02
જુનાગઢ કૃષિ યુનિર્વસિટી સંચાલીત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તરઘડીયાના શ્રમયોગીની સહાયક કોમ્પ્યુટર પ્રોગ્રામર તરીકે કાયમી થવા અંગેનો રેફરન્સ રાજકોટ ઔદ્યોગિક અદાલત દ્વારા રદ કરવામાં આવ્યો છે.આ કેસની હકીક્ત મુજબ, જુનાગઢ કૃષિ યુનિર્વસિટીના રાજકોટના તરઘડીયા મુકામે આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના શ્રમયોગી દિગ્વિજયસિંહ આર ડોડીયાએ યુનિયન મારફતે સહાયક કોમ્પ્યુટર પ્રોગ્રામર તરીકે કાયમી થવા અને વર્ગ ૩ને મળવાપાત્ર પગાર ગ્રેડ મેળવવા માટે ઔદ્યોગિક અદાલત રાજકોટ સમક્ષ માંગણી મુકી હતી.તેમાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના પેનલ એડવોકેટ અનિલ એસ. ગોગિયાએ રજુઆતો કરતા જણાવેલ કે, સંસ્થામાં ખેતી લગતી અલગ અલગ તાલીમ, વિસ્તરણ તથા રિસર્ચ કરવામાં આવે છે, જેથી ઓદ્યોગિક વિવાદ ધારાની કલમ ૨ (જે) મુજબ ઉદ્યોગની વ્યાખ્યામાં સમાવેશ થતો નથી. વિશેષમાં પુરાવા રજુ કરી અને જણાવેલ કે, સંલગ્ન શ્રમયોગીને કયારેય સંસ્થામા કાયમી નિમણૂક આપવામાં આવેલ ન હતી, પરંતુ ફિક્સ સમયની કામગીરીમાં શ્રમયોગી કયારેય પણ કોમ્પ્યુટર પોગ્રામર તરીકે કામગીરી કરતા ન હતા, કે તેની લાયકાત ધરાવતા ન હતા. બાદમાં ૨૦૧૪ની સાલથી ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે કામગીરી કરેલ નથી. સંસ્થામાં ડેટા એન્ટ્રી તરીકેની કોઈ પોષ્ટ ઉપલબ્ધ નથી, આવા સંજોગોમા શ્રમયોગી માંગણી મુજબની જગ્યા પર કાયમી થવા હકકદાર થતા નથી. જે દલીલો ધ્યાને લઈને રાજકોટ ઔદ્યોગિક અદાલતના ન્યાયાધીશ એમ. એ. ટેલરે અરજદારનો સહાયક કોમ્પ્યુટર પ્રોગામર તરીકેની કાયમી કરવા અંગેનો રેફરન્સ રદ કરતો હુકમ કરેલ છે.
આ કેસમાં કૃષિ યુનિ. વતી એસ.બી.ગોગિયા લો-ફર્મ રાજકોટના ધારાશાસ્ત્રીઓ અનિલ એસ.ગોગિયા, પ્રકાશ એસ. ગોગિયા (ગુજ.હાઈકોર્ટ), સીન્ધુબેન ગોગિયા તથા રોહન પી. ગોગિયા રોકાયા હતા.