પતિ, સાસુ સામે ઘરેલુ હિંસાના કેસમાં જીવન નિર્વાહ ચલાવવા માટે ખાધા ખોરાકીની માગણી કરી હતી
Rajkot,તા.14
પતિ, સાસુ સામે ઘરેલુ હિંસાના કેસમાં ભરણપોષણની અરજીમાં પરિણીતાની વચગાળાના ભરણપોષણની માગણી અદાલતે મંજૂર કરી મહિને રૂ. 25 હજાર વચગાળાનું ભરણપોષણ ચુકવવાનો પતિને જુનાગઢની અદાલતે હુકમ ફરમાવ્યો હતો.
આ અંગેની હકીકત મુજબ, જૂનાગઢની પરિણીતા દર્શનાબેન વ્રજેશભાઈ પાનસુરીયાને તેના પતિ વ્રજેશભાઈ ભીખુભાઈ પાનસુરીયા તથા સાસુ ચંપાબેન ભીખુભાઈ પાનસુરીયાએ 2025માં માર મારી તરછોડી દીધેલ હતી ત્યારબાદ તેણીના ભરણપોષણની કોઈ દરકાર ન કરતા તેણીએ તેમના એડવોકેટ મારફત કોર્ટમાં ડોમેસ્ટિક વાયોલન્સ એકટ મુજબની અરજી કરી એડવોકેટ મારફત કુલ 58 ડોક્યુમેન્ટરી આધાર પૂરાવાઓ રજૂ કરી વચગાળાના ભરણપોષણની માંગણી કરી હતી. સદર મેટરમાં જૂનાગઢના મેજિસ્ટ્રેટ દ્વારા રજૂ થયેલ આધાર પુરાવાઓ તેમજ પરિણીતાના એડવોકેટ દ્વારા કરવામાં આવેલ દલીલોને ધ્યાને લઈને પરિણીતાને દર મહિને રૂ.25 હજાર વચગાળામાં ભરણપોષણ પેટે ચૂકવવા આપવા પતિ ઉપર હુકમ કર્યો છે. આ ડોમેસ્ટિક વાયોલન્સ એકટની મેટરમાં પરિણીતાના એડવોકેટ તરીકે અમદાવાદના એડવોકેટ જીગ્નેશ ઠક્કર અને રાજકોટના આજી. પંડ્યા રોકાયા હતા.

