તેમના મતે, ચૂંટણીના પરિણામો પહેલેથી જ નક્કી હોય છે
New Delhi, તા.૫
કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના સ્થાપક અભિજિત દીપકે સોમવારે આગામી ચૂંટણીઓ પર શંકા વ્યક્ત કરતા નિવેદન આપ્યું છે કે જ્યાં સુધી મુખ્ય ચૂંટણી કમિશનર (સીઈસી) Gyanesh Kumar પદ પર છે, ત્યાં સુધી ચૂંટણીમાં ભાગ લેવો અર્થહીન છે કારણ કે ચૂંટણીના પરિણામો હવે પહેલેથી જ નક્કી થઈ ગયા હોય છે.
પત્રકારો સાથે વાતચીત કરતા દીપકે આક્ષેપ કર્યો છે કે, ભાજપ એવા રાજ્યોમાં પણ જીતી રહી છે જ્યાં મોદી લહેરની ચરમસીમા દરમિયાન પણ તે જીતી શકી ન હતી. મને લાગે છે કે જ્યાં સુધી Gyanesh Kumar રાજીનામું નહીં આપે અને મુક્ત તથા ન્યાયી ચૂંટણી સુનિશ્ચિત નહીં કરે, ત્યાં સુધી આવી ચૂંટણીઓમાં ભાગ લેવાનો કોઈ અર્થ નથી, કારણ કે વિજેતા અગાઉથી જ નક્કી હોય છે. જ્ઞાનેશ કુમારના ગયા પછી અને જીૈંઇ ફ્રીઝ થયા પછી જ ખબર પડશે કે ભાજપ વાસ્તવમાં કેટલી બેઠકો જીતે છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, અભિજિત દીપકેએ આ ટિપ્પણીઓ પુણેની મુલાકાત દરમિયાન કરી હતી, જ્યાં તે મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (એમપીએસસી) પરીક્ષાની અનિયમિતતાઓને લઈને વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને સમર્થન આપવા પહોંચ્યો હતો.
અગાઉ શનિવારે મુંબઈના શિવાજી પાર્ક ખાતે સીઈસી જ્ઞાનેશ કુમાર સામેના વિરોધ પ્રદર્શન મામલે પોતાની સામે કેસ નોંધાયાના અહેવાલો વચ્ચે સીજેપીના સ્થાપકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, વધુ કેસો દાખલ કરો, પરંતુ અમે આપણી લોકશાહી બચાવવા માટે લડત ચાલુ રાખીશું. અગાઉ શુક્રવારે સિદ્ધિ દેઓલેકર નામના રહેવાસી અને વકીલે શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં દીપક, આશુતોષ રાંકા, સૌરવ દાસ અને રત્ના સિંહ વિરુદ્ધ પરવાનગી ન હોવા છતાં વિરોધ પ્રદર્શન આગળ વધારવા અંગે ફરિયાદ નોંધાવી હતી.
સીજેપી સ્થાપક દીપકેનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ બાદ રાજકીય ગરમાવો આવ્યો છે. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ મતદાર નોંધણી, મતદાર યાદી અને ટેકનોલોજી સિસ્ટમ્સ સંબંધિત નિર્ણયો પર ૧૦ મહિનામાં ઓછામાં ઓછી ૧૪ વખત વિરોધ કે વાંધા નોંધાવ્યા હતા. જોકે, ચૂંટણી પંચે આ વાંધાઓને આંતરિક સંસ્થાગત મતભેદ તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.

