(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧૮
Jamnagar જિલ્લાના સિક્કા પોલીસ મથક વિસ્તારમાં સરમત પાટીયા પાસે આવેલી આર્ય ભગવતી સોસાયટીમાં રહેતા બિહારના મૂળ વતની એક યુવાને ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ, હિતેશકુમાર ભગવાનસિંધ રાજપુત (મૂળ વતન બેલા ગામ, રાજપુર પોસ્ટ, બેલહાર પોલીસ સ્ટેશન, બાંકા જિલ્લો, બિહાર) હાલ સરમત પાટીયા પાસે આવેલી આર્ય ભગવતી સોસાયટીમાં રહી મજૂરી કામ કરતો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે વતનથી દૂર રહી અહીં કામ કરવામાં મન ન લાગતું હોવાથી અને તેનાથી કંટાળીને તેણે આ અંતિમ પગલું ભર્યું હતું. તેણે પોતાના હાથે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું નોંધાયું છે. આ બનાવ અંગે સિક્કા પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ ૧૯૪ હેઠળ અકસ્માતે મૃત્યુ (એ.ડી.) નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

