આરોપીઓમાંથી ૨ની વય ૧૭ થી ૧૮ વર્ષ વચ્ચે હોવાનું સામે આવ્યું છે. આ મામલે જીૈં્ની રચના કરવામાં આવીે
New Delhi, તા.૨૨
બિહારનાં જમુઈમાં સગીર યુવક અને યુવતી સાથે અભદ્ર વ્યવહાર મામલે ૧૨૦ સોશિયલ મીડિયા પ્રોફાઈલ પર જમુઈ સાયબર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. જમુઈ એસપીએ મોડી રાતે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે- સગીરાની ઓળખ જાહેર કરી વીડિયો વાયરલ કરવો એ ગંભીર ગુનો છે. વાયરલ વીડિયો મામલે જમુઈ પોલીસે આકરી કાર્યવાહી કરી છે અને અત્યારસુધીમાં ૩ સગીર આરોપીની ધરપકડ કરવામાં આવી છે.એસપી વિશ્વજીત દયાલે લોકોને અપીલ કરી છે કે- સગીર પીડિતાની ઓળખ સાથે જોડાયેલ વીડિયો શેર કે વાયરલ ના કરે. તેમણે કહ્યું કે- મુખ્ય આરોપીને વહેલી તકે પકડી લેવામાં આવશે. સોશિયલ મીડિયા પર સગીરાની ઓળખ બતાવી વીડિયો વાયરલ કરવો એ પૉક્સો એક્ટ સંબંધિત કલમો અને આઈટી એક્ટની કલમો હેઠળ ગંભીર ગુનો છે. આ મામલે સાયબર પોલીસે ગુનો દાખલ કર્યો છે. જેમાં ૧૨૦ સોશિયલ મીડિયા અકાઉન્ટ ધરાવતા લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે.જમુઈમાં સગીરા સાથે દુર્વ્યવહાર અને છેડતીનો વીડિયો વાયરલ થવા મામલે એડીજી લૉ એન્ડ ઓર્ડર કેએસ અનુપમે આ મામલે ૩ સગીરોની ધરપકડ થયાની માહિતી આપી. આરોપીઓમાંથી ૨ની વય ૧૭ થી ૧૮ વર્ષ વચ્ચે હોવાનું સામે આવ્યું છે. આ મામલે જીૈં્ની રચના કરવામાં આવી છે. વાયરલ વીડિયો ફેલાવનારાઓ પર પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં ૭-૮ યુવકોનાં નામ સામે આવ્યા છે. આ કેસમાં સંડોવાયેલા તમામ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા પોલીસ તૈયારી કરી રહી છે. આરોપીઓના ગુનાહિત ઈતિહાસની પણ પોલીસ તપાસ કરી રહી છે.

