શેખ અહેમદના અવસાન પર યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન તેમજ અન્ય વરિષ્ઠ નેતાઓએ ઊંડો શોક વ્યક્ત કર્યો ગેરકાયદેસર લિંગ પરીક્ષણ મામલે ગુજરાત દેશમાં બીજા ક્રમે
Dubai, તા.૨૨
દુબઈના શાસક, યુએઈના ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમના નાના ભાઈ શેખ અહેમદ બિન રાશિદ અલ મકતૂમનું ૭૬ વર્ષની વયે અવસાન થયું છે. તેમના નિધનને પગલે દુબઈ સરકારે સમગ્ર અમીરાતમાં ૧૦ દિવસના સત્તાવાર શોકની જાહેરાત કરી છે, જે દરમિયાન તમામ સરકારી વિભાગોમાં ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.શેખ અહેમદના અવસાન પર યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન તેમજ અન્ય વરિષ્ઠ નેતાઓએ ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શોક સંદેશ પાઠવતા જણાવ્યું કે, સમાજ સેવા માટેના તેમના યોગદાનને આવનારી પેઢીઓ યાદ રાખશે.
તેમણે શાહી પરિવાર અને દુબઈના લોકો પ્રત્યે દિલસોજી વ્યક્ત કરી હતી.દુબઈના પૂર્વ શાસક સ્વર્ગસ્થ શેખ રાશિદ બિન સઈદ અલ મકતૂમના સૌથી નાના પુત્ર શેખ અહેમદે ૧૯૭૫માં બ્રિટનની પ્રતિષ્ઠિત રોયલ મિલિટરી એકેડેમી સેન્ડહર્સ્ટમાંથી સ્નાતકની પદવી મેળવી હતી. ત્યારપછી તેમણે દુબઈના સેન્ટ્રલ મિલિટરી ક્ષેત્રમાં કમાન્ડર-ઇન-ચીફ તરીકે દેશની સુરક્ષા સંભાળી હતી. આ ઉપરાંત તેઓ દુબઈ પોલીસ અને જાહેર સુરક્ષાના ડેપ્યુટી ચેરમેન, છ.ઇ.સ્. હોલ્ડિંગના ગ્રુપ ચેરમેન તેમજ અલ વસલ સ્પોટ્ર્સ ક્લબના પ્રમુખ તરીકે પણ સક્રિય રહ્યા હતા.

