હાલ વરસાદ હોવાથી શાંતિ રાખી બેઠા છીએ, અધિકારીઓ માટે ૧૪૪ કલમ લગાડી દીધી છે
(રવિ મોટવાણી દ્વારા) મોરબી તા.૨૯
જેતપર ખાતે ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણીમાં આંદોલન સતત ચાલી રહ્યું છે જેમાં આજે આંદોલનકારી કાળુભાઈ અમૃતિયાએ સરકાર અને અધિકારીઓને ખુલ્લો પડકાર ફેંકતા ૧૦ લાખથી વધુ માણસો ભેગા કરવાનો હુંકાર કર્યો હતો
કાળુભાઈ અમૃતિયાએ સત્યાગ્રહ છાવણીમાં ખેડૂતોને સંબોધન કરતા જણાવ્યું હતું કે છાવણી બંધ થવાની નથી વરસાદને કારણે શાંતિ રાખી છે જેતપર ગામમાં ઉપવાસી છાવણીની ૧૦ લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી છે બધાને એક સાથે ભેગા કરવા છે પછી સુ કરવું તેનો નિર્ણય કરશું. કાલાવડમાં ખેડૂતોને પૈસા નથી મળ્યા જેથી કમિટી નક્કી કરે તો ત્યાં થાંભલા કાઢવા જવાનું છે અધિકારીઓ માટે ગામમાં ૧૪૪ ની કલમ લગાડી છે હવે કોઈ આવે તો ખબર પડે શું થાય છે તેમજ સરકારથી થાય તે કરી લે, બીવાનું નથી આપણો હક્ક લેવો છે તેમ પણ અંતમાં જણાવ્યું હતું

