Karnataka,તા.03
કર્ણાટકમાં આજથી હવે ડી.કે.શિવકુમાર શાસનનો પ્રારંભ થયો છે. લાંબો સમય રાહ જોયા બાદ કોંગ્રેસ મોવડીમંડળે નેતૃત્વ પરિવહન અંગે મંજુરી અપાયા બાદ આજે બપોરે 4 વાગ્યે ડી.કે.શિવકુમારે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા તેમની સાથે પુર્વ મુખ્યમંત્રી સિદ્ધરમૈયાના પૌત્ર સહિત 14 મંત્રીઓએ પણ શપથ લીધા છે.
લોકભવનમાં રાજયપાલ થાવરચંદ ગેહલોટે હોદા તથા ગુપ્તતાના શપથ લેવરાવ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ દલિત નેતા જી.પરમેશ્વરને નાયબ મુખ્યમંત્રી બનાવાશે. શ્રી ડી.કે.શિવકુમાર શપથ વિધિ પુર્વે મુખ્યમંત્રી યેદીયુરપ્પાને મળ્યા હતા.

