Dhoraji તા.16
કેશોદ ફેમેલી કોર્ટના સજા વોરંટમાં ચાર માસથી નાસતા ફરતા બોદુભાઈ ઈકબાલભાઈ સીડા (રહે.ધોરાજી લાલશા બાપુની દરગાહ પાછળ) નામના આરોપીને ધોરાજી સીટી પોલીસે પકડી પાડી રાજકોટ મધ્યસ્થ જેલહવાલે કરેલ છે.
આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે રાજકોટ રેન્જ ના.પો. મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય રાજકોટ ગ્રામ્ય પો.અ. વિજયસિંહ ગુર્જર તથા મદદનીશ પો.અ. સિમરન ભારદ્વાજએ સજા વોરંટના કામના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય જે અનુસંધાને ધોરાજી સીટી પો.સ્ટે.ના ઈ.ચા. પો.ઈ. એ.બી. કાકડીયાના માર્ગદર્શન હેઠળ કેશોદ ફેમેલી કોર્ટના ફોજદારી પરચુરણ અરજી નં.31/2026ના કામે નાસતા ફરતા આરોપીની તપાસ અર્થે ધોરાજી સીટી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પો.હે.કો. વાસુદેવસિંહ જાડેજા તથા પંકજભાઈ તલસાણીયાનાએ સંયુકત રાહે બાતમી મળતા આ આરોપીને ટેકનીકલ તથા હ્યુમન સોર્સ આધારે ધોરાજી તેઓના રહેણાક મકાનમાંથી પકડી પાડી જેનો કબજો મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે સોપી પ્રશંસનીય કામગીરી કરેલ છે.
આ કામગીરી પીઆઈ એ.બી. કાકડીયા, એએસઆઈ મહેશભાઈ રાડા, વાસુદેવસિંહ જાડેજા, પંકજભાઈ તલસાણીયા, મિલનભાઈ કાનગડ પો.કો. રાજુભાઈ ભોળદરીયા, બલદેવભાઈ છેલાણા તથા હર્ષદભાઈ સોઢા ધોરાજી ડીવીઝન કચેરી દ્વારા કરવામાં આવી હતી.

