New Delhi,તા.10
દિલ્હીમાં 13થી19 જાન્યુઆરી દરમ્યાન પહેલવહેલા ખો-ખો વર્લ્ડકપનું આયોજન થશે. આ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગઈકાલે ભારતીય ખો-ખો ફેડરેશને 15-15 સભ્યોની ભારતીય મેન્સ અને વિમેન્સ સ્કવોડ જાહેર કરી હતી.
આ ટુર્નામેન્ટ પહેલાં દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડીયમ ખાતે દેશભરનાં 60-60 મેન્સ અને વિમેન્સ પ્લેયર્સે સ્કવોડમાં જગ્યા મેળવવા માટે સ્પર્ધા કરી હતી. પ્રતીક વાયકર અને પ્રિયંકા ઈંગળેને ટીમની કમાન સોંપવામાં આવી છે.
સામાન્ય રીતે ઈન્ટરનેશનલ લેવલ પર કોઈપણ રમત દરમ્યાન ભારતની નેશનલ ટીમની જર્સી પર ઈન્ડિયા લખ્યું હોય છે, પણ ખો-ખો ટીમની જર્સી પર આવું નહીં હોય. ભારતીય ખો-ખો ફેડરેશનના પ્રમુખ સુધાંશુ મિત્તલે જાહેરાત કરી છે કે આપણી ટીમ ભારતની ટીમના નામથી ઓળખાશે. જર્સી પર ‘ભારત’ સ્પષ્ટપણે છાપવામાં આવશે.

