New Delhi,તા.૯
કેએલ રાહુલે આઈપીએલમાં એક એવો સિદ્ધિ હાંસલ કર્યો છે જે આ લીગમાં અન્ય કોઈ બેટ્સમેન હાંસલ કરી શક્યો નથી. કેએલ રાહુલ આઈપીએલમાં ત્રણ અલગ અલગ ફ્રેન્ચાઇઝી માટે રમતા ૧,૦૦૦ રન પૂરા કરનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે.
રાહુલે કેકેઆર સામે ૨૩ રનની ઇનિંગમાં દિલ્હી કેપિટલ્સ માટે ૧,૦૦૦ રન પૂરા કર્યા, જે ૧૪ બોલમાં આવી હતી. આ પહેલા, તેણે પંજાબ કિંગ્સ માટે ૨,૫૪૮ રન બનાવ્યા છે, લખનૌ સુપર જાયન્ટ્સ માટે રમતી વખતે, રાહુલે ૧,૪૧૦ રન બનાવ્યા છે. રાહુલ દિલ્હી કેપિટલ્સ માટે આઇપીએલમાં ૧,૦૦૦ રન બનાવનાર સૌથી ઝડપી બેટ્સમેન પણ બન્યો. તેણે આ સિદ્ધિ ફક્ત તેની ૨૩મી ઇનિંગમાં હાંસલ કરી. તેણે ઋષભ પંતને પાછળ છોડી દીધો, જેણે દિલ્હી માટે રમતી વખતે ૩૫ ઇનિંગમાં ૧,૦૦૦ રન બનાવ્યા હતા.
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધા પછી, દિલ્હી કેપિટલ્સે મજબૂત શરૂઆત કરી, જેમાં કેએલ રાહુલ અને પથુમ નિસન્કાએ ૩૦ બોલમાં પ્રથમ વિકેટ માટે ૪૯ રન ઉમેર્યા. રાહુલ ૪ ચોગ્ગાની મદદથી ૨૩ રન બનાવ્યા બાદ કાર્તિક ત્યાગી દ્વારા આઉટ થયો. આ દરમિયાન, નીતિશ રાણા બેટિંગમાં ખાસ અસર કરવામાં નિષ્ફળ ગયો, ફક્ત આઠ રન બનાવી શક્યો.
સુનીલ નારાયણે સમીર રિઝવીને ૩ રન પર પેવેલિયનમાં પાછો મોકલ્યો, જ્યારે ટ્રિસ્ટન સ્ટબ્સ ફક્ત બે રન બનાવી શક્યા. પથુમ નિસન્કા ૨૯ બોલમાં ૫૦ રન બનાવી આઉટ થયા. તેમણે પોતાની ઇનિંગમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા. દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઈટ રાઇડર્સ માટે ૧૪૩ રનનો લક્ષ્યાંક આપ્યો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ પથુમ નિસન્કા ની અડધી સદીની મદદથી ૨૦ ઓવરમાં આઠ વિકેટે ૧૪૨ રન બનાવ્યા. કેકેઆર માટે અનુકુલ રોય અને કાર્તિક ત્યાગીએ બે-બે વિકેટ લીધી, જ્યારે વૈભવ, સુનીલ અને ગ્રીને એક-એક વિકેટ લીધી. દિલ્હી કેપિટલ્સે આ મેચ માટે તેમની પ્લેઇંગ ઇલેવનમાં બે ફેરફાર કર્યા. કરુણ નાયરની જગ્યાએ વિપ્રાજ નિગમે, જ્યારે ટી નટરાજનની જગ્યાએ મુકેશ કુમારે ટીમમાં સ્થાન મેળવ્યું.

