ડીસીપી જગદીશ બાંગરવા અને ઝોન 1 ડીસીપી હેતલ પટેલની અધ્યક્ષતા યોજાયો કાર્યક્રમ
Rajkot,તા.09
શહેરમાં વ્યાજખોરોને ડામી દેવા પોલીસે લાલ આંખ કરતા વ્યાજખોરોમાં ફફડાટ જોવા મળ્યો હતો. ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે ડીસીપી જગદીશ બાંગરવા અને ઝોન 1 ડીસીપી હેતલ પટેલ ની અધ્યક્ષતા વ્યાજખોરી કરતા ઇસમો વિરુધ્ધ જાગૃતિ લાવવવા અને આર્થિક જરૂરિયાત મંદ લોકો વિવિધ યોજના વિશે માહિતી આપવાની આયોજન કરવામાં આવ્યું હતું.વધુ વિગત મુજબ રાજ્યમાં વ્યાજખોરી ને ડામી દેવા અને કડક હાથે કામગીરી કરી વ્યાજના ચુંગાલમાં ફસાયેલા લોકોની વાહરે આવી બેંકો અને ફાઇનાન્સ કંપની તેમજ સહકારી ક્ષેત્રની બેંકો નો લોન મેળો યોજવા રાજ્યના પોલીસ વડા ડોક્ટર કે એલ એન રાવએ અનેરું પગલું ભર્યું હતું રાજ્ય પોલીસ વડાની સૂચના આપેલ કે 15-3 થી 14-4 સુધીમાં વ્યાજખોરો વિરુધ્ધ ઝુંબેશ ચલાવા સૂચનાથી રાજકોટ પોલીસ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા શહેરના તમામ પોલીસ મથક ખાતે મહિમ ચલાવવા આપેલા આદેશને પગલે ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે ડીસીપી જગદીશ બાંગરવાની અધ્યક્ષતા વ્યાજખોરો થી ત્રાસ અંગે અને ગેરકાયદે વ્યાજખોરો કરનાર ઇસમો વિરુદ્ધ પીડિત વ્યક્તિ જાગૃત કરવા અને આર્થિક સંક્રમણ ધરાવતા લોકોને અને જરૂરિયાત મંદ લોકોને બેંકો તરફથી સરળતા લોન મળી રહે એવા હેતુથી ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ડીસીપી જગદીશ બંગરવા અને ઝોન 1 ડીસીપી હેતલ પટેલ વ્યાજખોરો ત્રાસ અને વિવિધ સરકારી લોન બાબતે લોકોને માર્ગદર્શન આપ્યું હતું જણાવ્યું હતું કે શહેર માં વ્યાજખોરો ના ત્રાસ ભોગ બનનાર વ્યક્તિ વિના સંકોચે પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું કાર્યક્રમ માં જગદીશ બાંગરવાએ નિર્દોષ લોકો ની સાથે પોલીસ ખડે પગે રહશે અને બેન્ક તરફથી યોજનાં સમજ કરવામાં આવી હતી આ કાર્યક્રમ માં ભક્તિનગર પોલીસ પીઆઇ જે.ડી પરમાર સહિત નો સ્ટાફ હાજર રહ્યો હતો

