(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૯
ટંકારા પોલીસ મથકમાં પશુ પ્રત્યે ઘાતકીપણાના ગુનામાં ત્રણ વર્ષથી નાસતા ફરતા ઈસમને એસઓજી ટીમે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.મોરબી એસઓજી ટીમ જીલ્લામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન ટંકારા પોલીસ મથકમાં પશુ પ્રત્યે ઘાતકીપણાના ગુનામાં આરોપી નભીયાન ઉર્ફે ઇકબાલ કલામ નોડે (ઉ.વ.૩૦) રહે લુડીયા તા.જી. ભુજ વાળાને ઝડપી લઈને આગળની કાર્યવાહી અર્થે ટંકારા પોલીસ મથકને સોપવામાં આવ્યો છે આરોપી ત્રણ વર્ષથી નાસતો ફરતો હતો જેને ઝડપી લઈને પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

