Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gandhinagar: બંગલો વેચવાના બહાને અમદાવાદના યુવક પાસેથી ૫૭.૫૦ લાખની છેતરપિંડી, દસ્તાવેજ કર્યા વગર નાણાં પરત ન કર્યા

    August 3, 2026

    Suratમાં ૩ જીગરી દોસ્તોએ વેપારી પાસેથી ૧૭ લાખ ઉધાર લીધા, પૈસા પાછા માગ્યા ધમકીઓ, કંટાળીને આપઘાત કરી લીધો

    August 3, 2026

    ગુજરાતમાં ‘ફિક્સ પે’ મુદ્દે કર્મચારીઓનો અવાજ, Supreme Courtમાં ઝડપી સુનાવણીની માંગ

    August 3, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gandhinagar: બંગલો વેચવાના બહાને અમદાવાદના યુવક પાસેથી ૫૭.૫૦ લાખની છેતરપિંડી, દસ્તાવેજ કર્યા વગર નાણાં પરત ન કર્યા
    • Suratમાં ૩ જીગરી દોસ્તોએ વેપારી પાસેથી ૧૭ લાખ ઉધાર લીધા, પૈસા પાછા માગ્યા ધમકીઓ, કંટાળીને આપઘાત કરી લીધો
    • ગુજરાતમાં ‘ફિક્સ પે’ મુદ્દે કર્મચારીઓનો અવાજ, Supreme Courtમાં ઝડપી સુનાવણીની માંગ
    • Rajkotની આંગણવાડીઓમાં અનાજનો અભાવ : ૨૫ હજાર સગર્ભા મહિલાઓ મુશ્કેલીમાં
    • Bharuchના જૂના બોરભાઠામાં મેઘરાજાનો કહેરઃ ૨૦૦ એકરથી વધુ જમીન જળબંબાકાર
    • ૮ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન વધુ એક સિસ્ટમ વરસાદ લાવશે, Ambalal Patel ની આગાહી
    • Ahmedabadમાં નકલી વિદેશી દારૂની ફેક્ટરીનો પર્દાફાશ, સસ્તા દારૂને મોંઘી બ્રાન્ડમાં ફેરવી વેચાતો ખેલ
    • Banaskanthaમાં ચાંદીપુરા વાયરસથી એક બાળકનું મોત, પાટણમાં સામે પોઝિટિવ કેસ આવ્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 3
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Bharuchના જૂના બોરભાઠામાં મેઘરાજાનો કહેરઃ ૨૦૦ એકરથી વધુ જમીન જળબંબાકાર
    ગુજરાત

    Bharuchના જૂના બોરભાઠામાં મેઘરાજાનો કહેરઃ ૨૦૦ એકરથી વધુ જમીન જળબંબાકાર

    Vikram RavalBy Vikram RavalAugust 3, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Bharuch ,તા.૩

    ભરૂચ જિલ્લાના જૂના બોરભાઠા ગામમાં કુદરતે એવી કહેર વરસાવી છે કે, જ્યાં કાલ સુધી લીલાછમ ખેતરો લહેરાતા હતા, ત્યાં આજે માત્ર પાણીનો વિશાળ દરિયો નજરે પડી રહ્યો છે.મહેનત, આશા અને સપનાઓ બધું જ વરસાદી પાણીમાં વહી ગયું છે.

    ભરૂચના જૂના બોરભાઠા ગામના ખેતરો તળાવ બની ગયા છે. જ્યાં આજે નજર કરીએ ત્યાં માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે…મેઘરાજાએ થોડા દિવસ પહેલાં તોફાની બેટિંગ કરીઅને હવે વિરામ લીધો છે… પરંતુ વરસાદે ખેડૂતોના જીવનમાં જે વાવાઝોડું સર્જ્‌યું છે, તેના ઘા હજુ તાજા છે. અંદાજે ૨૦૦ એકરથી વધુ ખેતી વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. ડ્રોન કેમેરાથી દેખાતા આ દ્રશ્યો જાણે ખેડૂતોના તૂટેલા સપનાઓની સાક્ષી આપી રહ્યા હોય તેમ લાગી રહ્યા છે.

    જ્યાં થોડા દિવસ પહેલાં કેળ, તુવેર, કપાસ અને લીલા શાકભાજીના પાક હરિયાળી ઓઢીને ઉભા હતા… ત્યાં આજે માત્ર પાણીનું સામ્રાજ્ય છે. સતત પાણી ભરાયેલા રહેવાના કારણે ઉભો પાક સડી ગયો છે… જ્યારે નવી વાવણી માટે વાવવામાં આવેલા બિયારણમાં ફૂગ લાગી જતા આખો પાક બળી ગયો છે.

    ખેડૂતો કહે છે કે બેન્કો અને વેપારીઓ પાસેથી દેવું કરીને વાવણી કરી હતી… મહેનત દિવસ-રાતની હતી… આશા સારા પાકની હતી… પરંતુ કુદરતના એક જ પ્રહારે બધું જ પાણીમાં મળી ગયું. પાણી ઓસરશે… પરંતુ નુકસાનના ઘા સહેલાઈથી નહીં ઓસરે. નિષ્ણાતોના મતે જમીન ફરી ખેતીલાયક બનવામાં બે મહિનાથી વધુ સમય લાગી શકે છે. એટલે કે આ વર્ષે માત્ર પાક જ નહીં… પરંતુ ખેડૂતોની આવક, તેમની આશાઓ અને પરિવારનું ભવિષ્ય પણ સંકટમાં મુકાઈ ગયું છે.

    આ સ્થિતિ માત્ર એકાદ ખેડૂતની નથી… પરંતુ સમગ્ર વિસ્તારના ખેડૂતો માટે આર્થિક આફત બની ગઈ છે. પ્રાથમિક અંદાજ મુજબ નુકસાન કરોડો રૂપિયામાં પહોંચે તેવી શક્યતા છે. ખેડૂતો સરકારને એક જ અપીલ કરી રહ્યા છે… તાત્કાલિક નુકસાનનો સર્વે કરવામાં આવે… અને સમયસર સહાય ચૂકવવામાં આવે… જેથી આગામી વાવણી માટે તેઓ ફરી એકવાર ઊભા થઈ શકે.

    ગામના સરપંચે પણ તંત્રને તાકીદે સર્વે પૂર્ણ કરીને સહાય જાહેર કરવાની માંગ કરી છે. કારણ કે… ખેડૂત માત્ર પોતાનું જ નહીં… સમગ્ર સમાજનું પેટ ભરે છે… અને જ્યારે ધરતીપુત્ર જ મુશ્કેલીમાં હોય… ત્યારે મદદનો હાથ પણ એટલો જ ઝડપથી આગળ વધવો જોઈએ. કુદરતનો કહેર અટકી ગયો છે… પરંતુ ખેડૂતોની કસોટી હજુ પૂરી થઈ નથી… હવે સૌની નજર તંત્રની કાર્યવાહી અને સરકારની સહાય પર ટકેલી છે.

    Bharuch NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article૮ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન વધુ એક સિસ્ટમ વરસાદ લાવશે, Ambalal Patel ની આગાહી
    Next Article Rajkotની આંગણવાડીઓમાં અનાજનો અભાવ : ૨૫ હજાર સગર્ભા મહિલાઓ મુશ્કેલીમાં
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Gandhinagar: બંગલો વેચવાના બહાને અમદાવાદના યુવક પાસેથી ૫૭.૫૦ લાખની છેતરપિંડી, દસ્તાવેજ કર્યા વગર નાણાં પરત ન કર્યા

    August 3, 2026
    સુરત

    Suratમાં ૩ જીગરી દોસ્તોએ વેપારી પાસેથી ૧૭ લાખ ઉધાર લીધા, પૈસા પાછા માગ્યા ધમકીઓ, કંટાળીને આપઘાત કરી લીધો

    August 3, 2026
    અમદાવાદ

    ગુજરાતમાં ‘ફિક્સ પે’ મુદ્દે કર્મચારીઓનો અવાજ, Supreme Courtમાં ઝડપી સુનાવણીની માંગ

    August 3, 2026
    અમદાવાદ

    ૮ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન વધુ એક સિસ્ટમ વરસાદ લાવશે, Ambalal Patel ની આગાહી

    August 3, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં નકલી વિદેશી દારૂની ફેક્ટરીનો પર્દાફાશ, સસ્તા દારૂને મોંઘી બ્રાન્ડમાં ફેરવી વેચાતો ખેલ

    August 3, 2026
    ગુજરાત

    Banaskanthaમાં ચાંદીપુરા વાયરસથી એક બાળકનું મોત, પાટણમાં સામે પોઝિટિવ કેસ આવ્યો

    August 3, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,520
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹130,640
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹202,540
    લાઈવ રેટ્સ • અપડેટ: 03-08-2026 20:17
    Categories
    Latest News

    Gandhinagar: બંગલો વેચવાના બહાને અમદાવાદના યુવક પાસેથી ૫૭.૫૦ લાખની છેતરપિંડી, દસ્તાવેજ કર્યા વગર નાણાં પરત ન કર્યા

    August 3, 2026

    Suratમાં ૩ જીગરી દોસ્તોએ વેપારી પાસેથી ૧૭ લાખ ઉધાર લીધા, પૈસા પાછા માગ્યા ધમકીઓ, કંટાળીને આપઘાત કરી લીધો

    August 3, 2026

    ગુજરાતમાં ‘ફિક્સ પે’ મુદ્દે કર્મચારીઓનો અવાજ, Supreme Courtમાં ઝડપી સુનાવણીની માંગ

    August 3, 2026

    Rajkotની આંગણવાડીઓમાં અનાજનો અભાવ : ૨૫ હજાર સગર્ભા મહિલાઓ મુશ્કેલીમાં

    August 3, 2026

    ૮ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન વધુ એક સિસ્ટમ વરસાદ લાવશે, Ambalal Patel ની આગાહી

    August 3, 2026

    Ahmedabadમાં નકલી વિદેશી દારૂની ફેક્ટરીનો પર્દાફાશ, સસ્તા દારૂને મોંઘી બ્રાન્ડમાં ફેરવી વેચાતો ખેલ

    August 3, 2026
    Search
    Main News

    Congress ના કાર્યકરોએ નાગપુરમાં ગડકરીના ઘરનો ઘેરાવ કરવાનો પ્રયાસ કર્યો, પોલીસે તેમની અટકાયત કરી

    August 3, 2026

    Parliament લોકસભામાં ચર્ચા વિના ન્યાયાધીશોની સંખ્યા વધારવા માટેનું બિલ પસાર થયું

    August 3, 2026

    UP વિધાન પરિષદના ચોમાસા સત્રના પહેલા દિવસે, રામ મંદિરના પ્રસાદની ચોરીનો મુદ્દો ગરમાયો

    August 3, 2026

    બોસ્ટન યુનિવર્સિટીમાં તેમના અભ્યાસ માટે શિષ્યવૃત્તિ અને શિક્ષણ લોનનો ઉપયોગ થતો હતો,Deepak

    August 3, 2026

    દતિયા ફટકોઃ Narottamના આંસુએ આશુતોષના સપના ધોઈ નાખ્યા

    August 3, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gandhinagar: બંગલો વેચવાના બહાને અમદાવાદના યુવક પાસેથી ૫૭.૫૦ લાખની છેતરપિંડી, દસ્તાવેજ કર્યા વગર નાણાં પરત ન કર્યા

    August 3, 2026

    Suratમાં ૩ જીગરી દોસ્તોએ વેપારી પાસેથી ૧૭ લાખ ઉધાર લીધા, પૈસા પાછા માગ્યા ધમકીઓ, કંટાળીને આપઘાત કરી લીધો

    August 3, 2026

    ગુજરાતમાં ‘ફિક્સ પે’ મુદ્દે કર્મચારીઓનો અવાજ, Supreme Courtમાં ઝડપી સુનાવણીની માંગ

    August 3, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.