(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૮
Morbi વાંકાનેર નેશનલ હાઈવે પર ટ્રક ચાલકે પુરઝડપે પોતાનો ટ્રક ચલાવી બાઈકને હડફેટે લીધું હતું જે અકસ્માતમાં બાઈક ચાલક ૪૩ વર્ષીય આધેડને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
રાજકોટ ધરમનગર આર.એમ.સી ક્વાર્ટરમાં રહેતા કિશોરભાઈ વાઘજીભાઈ સોલંકીએ ટ્રક જીજે ૩૬ એક્સ ૫૦૦૬ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના ભાઈ મુકેશભાઈ (ઉ.વ.૪૩) વાળા ગત તા. ૦૬ ના રોજ સવારે ૧૦ ૪૫ કલાકે બાઈક જીજે ૩૬ એએસ ૮૭૫૮ લઈને વાંકાનેર નેશનલ હાઈવે પરથી જતા હતા ત્યારે પ્રેમજીનગર ગામથી થોડે આગળ પહોંચતા ટ્રક ચાલકે પોતાનો ટ્રક પુરઝડપે ચલાવી બાઈકને ઠોકર મારી હતી જે અકસ્માતમાં ફરિયાદીના ભાઈ મુકેશભાઈને બંને પગ અને પેટના નીચેના ભાગે છુંદી શરીરે ગંભીર ઈજા કરી મોત નીપજાવ્યું હતું મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

