(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૮
હળવદ તાલુકાના કડીયાણા ગામમાં ડીગ્રી વિના મેડીકલ પ્રેક્ટીસ કરી દવાખાનું ચલાવતા બોગસ ડોક્ટરને એસઓજી ટીમે ઝડપી લઈને ટેબ્લેટ, સીરપ અને ઇન્જેક્શન તથા રોકડ સહીત કુલ રૂ ૪૫ હજારથી વધુનો મુદામાલ કબજે લેવામાં આવ્યો છે
મોરબી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન હળવદ તાલુકાના કડીયાણા ગામમાં દવાખાનું ચલાવતો ઇસમ નરેન્દ્ર જયંતી કૈલા નામનો વ્યક્તિ ડીગ્રી વગર ડોકટરી પ્રેક્ટીસ કરતો હોવાની અને દવાખાનામાં એલોપેથીક દવાનો જથ્થો રાખી બીમાર દર્દીઓને સારવાર કરતો હોવાની બાતમી મળતા એસઓજી ટીમે જુના દેવળિયા પીએચસીના તબીબને સાથે રાખીને રેડ કરી હતી સ્થળ પરથી આરોપી નરેન્દ્ર જયંતી કૈલા રહે હળવદ હરિદર્શન પાર્ક સોસાયટી વાળાને ઝડપી લીધો હતો સ્થળ પરથી ટીમે અલગ અલગ કંપનીની દવાઓ જેમાં ટેબ્લેટ, સીરપ અને ઈન્જેકશનો, બીપી ઇન્સ્ત્રુમેન્ટ, સ્ટેથોસ્કોપ અને રોકડ રૂ ૧૧૫૦ મળીને કુલ રૂ ૪૫,૬૮૨ નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં બીએનએસ ૨૦૨૩ ની કલમ ૧૨૫ અને ગુજરાત મેડીકલ પ્રેક્ટીશનર એક્ટ ૩૦,૩૩ મુજબ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે

