Morbi,તા.17
તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મોરબી પોલીસ ટીમે અરજદારોના ખોવાયેલા મોબાઈલ શોધી કાઢી પરત સોપ્યા હતા પોલીસે ૫ લાખથી વધુની કિમતના કુલ ૨૭ મોબાઈલ શોધી કાઢી અરજદારોને પરત સોપ્યા હતા
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમે અરજદારોના ખોવાયેલા/ચોરાયેલા મોબાઈલ શોધી કાઢવા CEIR પોર્ટલનો ઉપયોગ કરી પોર્ટલમાં એન્ટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ વર્ક આઉટ કરતા અરજદારોના ખોવાયેલા મોબાઈલો શોધી કાઢવામાં સફળતા મળી હતી એ ડીવીઝન પોલીસ ટીમે સેમસંગ, વિવો, ઓપ્પો, રીયલ મી, સહિતની કંપનીના કુલ ૨૭ મોબાઈલ કીમત રૂ ૫,૦૨,૩૬૨ ના મોબાઈલ શોધી કાઢી અરજદારોને પરત આપ્યા હતા અને પોલીસ પ્રજાની મિત્ર છે ઉક્તિને એ ડીવીઝન પોલીસે સાર્થક કરી હતી

