મહિલા આરોપી સહીત બે ઇસમોના નામો ખુલતા પોલીસે વધુ તપાસ ચલાવી
(રવિ મોટવાણી દ્વારા)
Morbi તા.૨૫ઃ
મોરબી વાંકાનેર હાઈવે પર લાલપર ગામ નજીક થાર ગાડીમાં દેશી દારૂની હેરાફેરી ઝડપી લઈને પોલીસે ૫૦૦ લીટર દેશી દારૂ અને કાર તેમજ ૬ મોબાઈલ સહીત ૧૨ લાખનો મુદામાલ કબ્જે લીધો છે પાંચ ઇસમોને ઝડપી લેવામાં આવ્યા છે તો મહિલા સહીત બે આરોપીના નામ ખુલતા પોલીસે વધુ તપાસ ચલાવી છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે વીર ઉર્ફે વીરૂ હિતેશ રાઠોડ નામનો ઇસમ લાલ કલરની નંબર પ્લેટ વગરની થાર ગાડીમાં દેશી દારૂનો જથ્થો ભરીને વાંકાનેરથી લાલપર થઈને મોરબી આવે છે જેથી હાઈવે પર ટીમે વોચ ગોઠવી હતી અને થાર ગાડી લાલપર ગામ નજીક પકડી તલાશી લેતા ૫૦૦ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો પોલીસે ૧ લાખનો દેશી દારૂ, થાર ગાડી કીમત રૂ ૧૦ લાખ અને ૬ મોબાઈલ કીમત રૂ ૧ લાખ મળીને રૂ ૧૨ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે
આરોપીઓ વીર ઉર્ફે વીરૂ હિતેશ રાઠોડ, અજય દિલીપ દારોદ્રા, દેવરાજ નારણ બોહટીયા, જીવણ રમેશ ભોજ્વીયા રહે ચારેય વિસીપરા મોરબી અને નવઘણ ધનાભાઇ સાતોલા રહે ભડિયાદ તા. મોરબી એમ પાંચને ઝડપી લીધા છે માલ મોકલનાર આરોપી ફરીદાબેન જયંતીભાઈ ચૌહાણ રહે ચિલોડા તા. ચોટીલા અને માલ મંગાવનાર સલીમ ઉર્ફે રાહુલ પઠાણ રહે મોરબી વાળા બ આરોપીના નામો ખુલતા પોલીસે વધુ તપાસ ચલાવી છે

