ભાવનગર મહુવા નકલી દારૂ ફેક્ટરી પ્રકરણમાં સંડોવાયેલ બે ઇસમોના નામ ખુલ્યા
(રવિ મોટવાણી દ્વારા)
Morbi તા.૨૩ઃ
Morbi એલસીબી ટીમે માળિયા તાલુકાના મોટા દહીંસરા ગામે ગત તા. ૦૬ સપ્ટેમ્બર બે આરોપીઓના મકાનમાં ધમધમતી નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપી લઈને પાંચ ઇસમોને ૨૦.૭૫ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો જોકે ગુનાનો મુખ્ય આરોપી પંદર દિવસ વીત્યા છતાં પોલીસને હાથ લાગ્યો નથી પોલીસે ગુના મામલે મુંબઈ અને રાજસ્થાન સુધી તપાસ ચલાવી છે જેમાં ભાવનગર મહુવા નકલી દારૂ ફેક્ટરી પ્રકરણમાં સંડોવાયેલ બે ઇસમોના નામો ખુલ્યા છે અને રો મટીરીયલ્સ સપ્લાય કરતા હોવાનું ખુલ્યું છે
માળિયા તાલુકાના મોટા દહીંસરા ગામમાં કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા મહેશ ઉર્ફે મુન્નો ધરમશી કાંજીયા અને દરબારગઢ વિસ્તારમાં રહેતા અજયસિંહ ભાવુભા જાડેજા બંને ભેગા મળીને પોતાના મકાનમાં જુદા જુદા કેમિકલમાંથી ગેરકાયદે ભારતીય બનાવટનો ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવી તે દારૂ બોટલોમાં પેકિંગ કરી બોટલો ઉપર ડુપ્લીકેટ કયું આર કોડ, બારકોડ અને સ્ટીકર તેમજ ઢાંકણા લગાડવાની ગેરકાયદે પ્રવૃત્તિ ચલાવતા હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી સ્થળ પરથી એલસીબી ટીમે આરોપીઓ મહેશ ઉર્ફે મુનો ધરમશી કાંજીયા, કર્મરાજસિંહ મંગળસિંહ ઝાલા રહે બંને મોટા દહીંસરા તા. માળિયા, રામદેવસિંહ ઘનશ્યામસિંહ ઝાલા રહે મોરબી ઋષભનગર, વિક્કી ઉર્ફે કાનો રમેશભાઈ સિંધવ રહે સોખડા હાલ મોરબી અને વિક્રમ કેશુભાઈ ધંધુકીયા રહે મોટા દહીંસરા વિવેકાનંદનગર તા. માળિયા એમ પાંચ ઇસમોને ઝડપી લેવામાં આવ્યા છે તો મુખ્ય આરોપી અજયસિંહ ભાવુભા જાડેજા રહે મોટા દહીંસરા તા. માળિયા વાળો હાજર મળી આવ્યો નથી પોલીસે દારૂની બોટલો, નકલી દારૂ બનાવવાનું કેમિકલ સહીત ૨૦.૭૫ લાખનો મુદામાલ કબજે લીધો હતો
જે ગુનાની તપાસ એલસીબી ટીમ ચલાવી રહી છે એલસીબી ટીમે મુંબઈ અને રાજસ્થાન સુધી રો મટીરીયલ્સ સપ્લાય કરનારની તપાસ ચલાવી છે જેમાં બે ઈસમો રાજસ્થાનના રહેવાસી અજીતસિંહ દેવેન્દ્રસિંહ રાઠોડ અને અર્જુનસિંહ સોઢાના નામ ખુલ્યા છે જે બંને ઈસમો ફેક્ટરી માટે રો મટીરીયલ્સ મોકલતા હોવાનું ખુલ્યું છે નકલી દારૂનો કાળો કારોબાર મુંબઈ અને રાજસ્થાન સુધી હોવાનું ધ્યાને આવતા ટીમોએ ત્યાં સુધી તપાસ ચલાવી હતી જે બે ઇસમોના નામો ખુલ્યા છે તે બંને રીઢા ગુનેગારો હોવાનું સામે આવ્યું છે જે આરોપી પૈકી અર્જુનસિંહ સોઢા અગાઉ ૨૦૨૫ માં જામનગર ડુપ્લીકેટ દારૂ પ્રકરણમાં નામ ખુલ્યું હતું અને એપ્રિલ ૨૦૦૨૬ ના ભાવનગર મહુવા નકલી દારૂ કાંડમાં પણ નામ ખુલ્યું છે ઉપરાંત આરોપી અજીતસિંહનું નામ તાજેતરમાં ભાવનગર બોર તળાવ દારૂ પ્રકરણમાં નામ ખુલ્યું છે
નકલી દારૂ પ્રકરણમાં મુખ્ય આરોપી અજયસિંહ જાડેજા રેડના દિવસથી પોલીસ પકડથી દુર છે એલસીબી ટીમે રેડ કર્યાને ૧૫ દિવસથી વધુનો સમય વીતી ચુક્યો છે પરંતુ પોલીસ હજુ મુખ્ય આરોપીને ઝડપી શકી નથી જોકે પોલીસ ટીમો નકલી દારૂ પ્રકરણમાં મૂળ સુધી જવા માટે મુંબઈ અને રાજસ્થાન સુધી તપાસ ચલાવી સપ્લાયર સહિતનાને ઝડપી લેવા કામગીરી કરી રહી હોવાનું જોવા મળી રહ્યું છે

