(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૨૪
મોરબી તાલુકાના જાંબુડિયા ગામની સીમમાં આવેલ રોલેક્ષ કારખાનામાં એકાદ માસ પૂર્વે કેબલ ચોરીનો બનાવ બન્યો હતો જે મામલે પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી હતી મોરબી એલસીબી ટીમે બે ઇસમોને ઝડપી લઈને રૂ ૪૦ હજારનો મુદામાલ રીકવર કર્યો છે
ગત તા. ૧૩ જુલાઈના રોજ ફરિયાદી અંકુરભાઈ ડાયાભાઇ કગથરાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે જાંબુડિયા ગામની સીમમાં રોલેક્ષ સ્પ્રે ડાયર મારબલ કટિંગના કારખાનામાં અજાણ્યા ચોર ઇસમેં પ્રવેશ કરી ઈલે. ચાલુ લાઈનના કેબલ વાયર ચોરી કરી ગયો હતો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી જે મામલે એલસીબી ટીમને બાતમી મળી હતી કે ઘરફોડચોરી વિજય અજયભાઈ સલાટ રહે જાંબુડિયા અને ઘેલો જમાલ સલાટ રહે રફાળેશ્વર વાળાએ કરી છે જેથી તપાસ કરતા ચોરાયેલ કેબલ વાયર સાથે બંને આરોપીઓ મળી આવતા બંને ઇસમોને ઝડપી લઈને ૮૦ મીટર કેબલ વાયર કીમત રૂ ૪૦,૦૦૦ નો મુદામાલ કબ્જે લીધો છે

