વકીલ સામાજિક ક્રાંતિનો સૈનિક,બાબા સાહેબ આંબેડકર: ગાંધી, સરદાર, નેહરૂએ વકીલાત છોડી રાષ્ટ્ર માટે જીવન સમર્પિત કર્યું ; વકીલાત એ ડીવાઇન પ્રોફેશન : પૂર્વ ચીફ જસ્ટીસ લોઢાના કથનને ટાંકી પૂર્વ CJIનું સંબોધન
વકીલે ‘માઉથપીસ’ નહીં બનવું, કટિંગ કલાથી કામચલાઉ જીત મળે પણ લાંબે ગાળે નુકસાન: જુનિયરોને સિનિયરોનું સન્માન કરવાની શીખ
Rajkot,તા.24
શહેરના કાલાવડ રોડ પર સ્થિત આત્મીય કોલેજ ખાતે આવતીકાલે રવિવારે બાર એસોસિએશન આયોજિત લીગલ સેમિનારમાં સુપ્રિમ કોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ બી.આર. ગવઈએ સહિત ન્યાયધીશોએ દીપ પ્રાગટ્ય કરી સેમિનારને પ્રારંભ કરવામાં આવ્યો હતો બાદ ગુજરાતી સંસ્કૃતિ અને સંસ્કારો પ્રમાણે ઉપસ્થિત મહેમાનોનું બારના હોદ્દેદારો અને સિનિયર જુનિયર વકીલોએ સ્વાગત કર્યું હતું. વ્યવસાય અને લક્ષ્ય અંગે વકીલોને અનેક મહત્વપૂર્ણ સલાહ અને શીખ આપી બંધારણીય ટકોર કરી હતી. બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરે કહ્યું હતું કે વકીલનું કામ વેપાર નહીં પરંતુ સામાજિક એન્જિનિયર તરીકેનું છે. સામાજિક ક્રાંતિ માટે વકીલની ભૂમિકા હોય છે. સામાજિક અને આઝાદીની લડાઈમાં વકીલોનું યોગદાન મહત્વનું રહ્યું છે. મહાત્મા ગાંધી, સરદાર પટેલ, જવાહરલાલ નેહરૂ અને મોતીલાલ નેહરૂ જેવા મહાનુભાવોને યાદ કરીને કહ્યું કે, તેમણે વકીલાતનો ત્યાગ કરી રાષ્ટ્ર માટે જીવન સમર્પિત કર્યું હતું. પૂર્વ ચીફ જસ્ટીસ લોઢાએ લીગલ પ્રોફેશનને ડીવાઇન પ્રોફેશન ગણાવ્યાનું યાદ કરી તેમણે કહ્યું કે, આજનો જમાનો એઆઈનો છે. તેના ઘણાં ફાયદા અને ગેરફાયદા છે. આજના સમયમાં ડિજિટલ એવીડન્સનું ખૂબ જ મહત્વ છે.વકીલાતના વ્યવસાયમાં ધર્મનો મતલબ સત્ય અને ન્યાયનો હોય છે કે જ્યાં વિજય પ્રાપ્ત થાય છે.’માઉથપીસ’ નહીં બનવાની સલાહ આપી વકીલોની પોતાના પક્ષકાર, કોર્ટ, સામાવાળા પક્ષકાર અને સામાવાળા વકીલ તરફે પણ ડ્યુટી હોય છે. વકીલ સાચા ન્યાયની લડાઈનો એક રીતે સૈનિક છે. તેમણે વકીલોને પક્ષકારોના કહ્યું કે, વકીલે પક્ષકારો પાસેથી પૂરેપૂરીમાહિતી મેળવવી જોઇએ. કર્ટિગ કલાનો બુનિયાદ જ ખોટી હોય છે તેવા કિસ્સામાં કામચલાઉ સફળતા તો મળે છે પરંતુ લાંબા ગાળે કોઈ ફાયદો થતો નથી. વકીલોએ પારદર્શિતાનું પાલન કરી શરૂઆતથી જ કેટલી ફી થશે તેની અસીલને માહિતી આપવી જોઈએ. કેટલાક કિસ્સામાં જોવામાં આવ્યું છે કે, દરેક તારીખે કારણ વગર અસીલ પાસેથી ફી લેવામાં આવે છે. તેવું ન થવું જોઈએ.તેમણે જુનીયર વકીલોને સિનીયરોનું સન્માન કરવાની પણ શીખ આપી હતી. પ્રવચનની શરૂઆતમાં તેમણે હળવા મૂડમાં કહ્યું કે, તેમને અહીં અંગ્રેજીમાં પ્રવચન નહીં આપવાનું જણાવાયું છે. જેનું ધ્યાન રાખી હિન્દીમાં પ્રવચન ન્યાયમૂર્તિ અને વકીલ ગણને આવકારું છું આયોજન ખુબ સરસ છે અને આયોજન માટે મુખ્ય સંકલન તરીકે ખૂબ સારી કામગીરી કરનાર દિલીપભાઈ પટેલ ટ્રિબ્યુનલ ચેરમેન ગોકાણી અને ગુજરાત બારના પૂર્વ પ્રમુખ જે જે પટેલ બાર કાઉન્સિલ ઇન્ડિયાના સભ્ય આશિષ દેશમુખ, શર્માજી, બાર એસોસિએશનની ટીમને શુભેચ્છા પાઠવું છું.
વકીલોને વર્તમાન સમયના વિવિધ મહત્વના કાનૂની વિષયો ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિઓ, સિનિયર કાઉન્સિલ તથા દેશભરના કાનૂનવિદો દ્વારા ખરીદદારના હિતોના રક્ષણ માટેની કાનૂની જરૂરિયાતો, ક્રિમિનલ ઇન્ક્વાયરી અને એફઆઈઆર નોંધાય તે પૂર્વેની પ્રાથમિક તપાસનો વ્યાપ, ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ, તેમજ BNSS અને BSA હેઠળ ડિજિટલ પુરાવાની વિશ્વસનીયતા, ટ્રાયલ કોર્ટમાં તેની ઉપયોગિતા અને ડેટા પ્રાઇવસી જેવા વિષયો ઉપર પણ અન્ય નિષ્ણાતો દ્વારા છણાવટ કરવામાં આવી હતી..
બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્યો સતીશ દેશમુખ, સુરેશ શ્રીમાળી, ભૂષણ બારીક, ડી.કે. શર્મા અને પ્રશાંતસિંહ તેમજ બાર કાઉન્સિલ ગુજરાતના પૂર્વ ચેરમેન જે.જે. પટેલ સહિતના કાનૂનવિદોની ઉપસ્થિતિ સેમિનારનું વિશેષ આકર્ષણ રહેશે.બાર કાઉન્સિલના સભ્યો દિલીપભાઈ પટેલ તથા પરેશ મારુ માર્ગદર્શન આપી રહ્યા છે. મહિલા બાર એસોસિએશન, રેવન્યુ બાર એસોસિએશન, નોટરી બાર એસોસિએશન, ક્રિમિનલ બાર એસોસિએશન અને ક્લેમ બાર એસોસિએશન સહિત વિવિધ બાર સંગઠનો પણ સેમિનારને સફળ બનાવવા સહભાગી બન્યા છે.રાજકોટ બાર એસોસિએશન આયોજિત નેશનલ લીગલ સેમિનારને સફળ બનાવવા બદલ બાર એસોસિએશનના પ્રમુખ સુમિત વોરા અને સેક્રેટરી નિલેશ પટેલ સહિતના હોદ્દેદારોએ ઉપસ્થિત રહેનાર ન્યાયાધીશો, જયુડિશ્યલ ઓફિસર્સ, વક્તાઓ, કાર્યક્રમને સફળ બનાવવા મદદરૂપ થયેલ તમામ અલગ અલગ બાર એસોસિએશનના હોદ્દેદારો કમિટી સભ્યો, સેમિનારમાં ભાગ લેનાર અને અલગ અલગ કમિટીમાં સેવા આપનાર સિનિયર-જુનિયર એડવોકેટ ભાઈ-બહેનો આભાર વ્યક્ત કર્યો છે.

