Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, July 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ટેક્નોલોજી»Musk ભારતના ડેટા સિક્યોરિટી નિયમનો સ્વીકાર કર્યો
    ટેક્નોલોજી

    Musk ભારતના ડેટા સિક્યોરિટી નિયમનો સ્વીકાર કર્યો

    Vikram RavalBy Vikram RavalNovember 12, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ઇલોન મસ્કની કંપની સ્ટારલિંક દ્વારા ભારતના નિયમો સ્વીકારી લેતાં હવે તેને ઝડપથી લાયસન્સ મળી જશે એવું લાગી રહ્યું છે. ઇલોન મસ્કની સેટેલાઇટ ઇન્ટરનેટ કંપની ‘સ્ટારલિંક’ હવે ભારતમાં પગપેસારો કરી રહી છે. આ માટે ઘણાં સમયથી ચર્ચા ચાલી રહી હતી. જોકે, મુકેશ અંબાણી આ માટે લોબી ચલાવી રહ્યા હતા જેથી કરીને ઇલોન મસ્કની કંપની ભારતમાં ન આવી શકે. હવે, તે ધારવા કરતાં વહેલી ભારતમાં આવશે એવા એંધાણ છે.

    બે વર્ષ પહેલાં કર્યું હતું એપ્લાય

    સ્ટારલિંક સેટેલાઇટની મદદથી ઇન્ટરનેટ પૂરું પાડવાની છે. આ માટે તેણે ભારતમાં તેની સર્વિસ શરુ કરવા માટે લાયસન્સ લેવું પડે છે. આ કંપનીએ 2022ના ઑક્ટોબરમાં ગ્લોબલ મોબાઇલ પર્સનલ કમ્યુનિકેશન બાય સેટેલાઇટ સર્વિસ હેઠળ લાયસન્સ માટે એપ્લાય કર્યું હતું. ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકોમ્યુનિકેશન દ્વારા કેટલીક શરતો મૂકવામાં આવી હતી. એમાની એક શરત ઇલોન મસ્ક નહીં માને એવું લાગી રહ્યું હતું, પરંતુ હવે તેણે એ શરત સ્વીકારી લીધી છે અને બહુ જલ્દી લાયસન્સ મળી શકે છે.

    શું છે નિયમ?

    ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકોમ્યુનિકેશન દ્વારા સ્ટારલિંક સામે કેટલીક શરતો મૂકી હતી. આ શરતોમાં એક શરત ડેટા લોકલાઇઝેશનની હતી. આ શરત મુજબ ઇલોન મસ્કની કંપનીએ ભારતના તમામ ડેટાને દેશમાં સ્ટોર કરવા પડશે. તેમ જ સિક્યોરિટીની વાત જ્યારે હોય ત્યારે એ ડેટાનો એક્સેસ પણ આપવો પડશે. સ્ટારલિંક કંપનીએ દેશની સિક્યોરિટીની વાતને ધ્યાનમાં રાખીને એ વાતને માની લીધી છે. જોકે આ માટે ઓફિશિયલ એગ્રીમેન્ટ કરવાનો બાકી છે, પરંતુ તેમણે તૈયારી દેખાડી છે.

    લાયસન્સની પ્રોસેસમાં ડોનાલ્ડ ટ્રમ્પનો હાથ

    આ નિયમને માની લેતા લાયસન્સની પ્રોસેસ હવે સ્પીડમાં ચાલશે એવું લાગી રહ્યું છે. આ માટે સ્ટારલિંક હવે ઇન્ડિયન સ્પેસ રેગ્યુલેટર સાથે પણ વાતચીત કરી રહી છે. તેમની પાસેથી પણ જરૂરી પરવાનગી લેવાની હોય છે આથી હવે એની પણ પ્રોસેસ શરુ કરી દીધી છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા દ્વારા નિયમો નક્કી કરવામાં આવ્યા હતા અને સેટેલાઇટ સ્પેક્ટ્રમ માટેની કિંમત પણ નક્કી કરવામાં આવી હતી. જો કે ડોનાલ્ડ ટ્રમ્પ ઇલેક્શન જીતી ગયા હોવાથી આ લાયસન્સની પ્રોસેસ સ્પીડમાં કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે કારણ કે ઇલેક્શનમાં જોઈ શકાયું હતું કે ટ્રમ્પ અને મસ્ક એકમેકના કેટલાં નિકટ છે.

    મુકેશ અંબાણીએ ઉઠાવ્યો હતો વાંધો

    ઇલોન મસ્કની કંપની જિયો અને તેના જેવી અન્ય કંપનીઓને ટક્કર આપશે એથી આ પ્રોસેસને લઈને વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. મુકેશ અંબાણી, ભારતી એરટેલ અને વોડાફોન-આઇડિયાનું કહેવું હતું કે સ્પેક્ટ્રમને હરાજીમાં વેંચવામાં આવે જેથી કોમ્પિટિશનમાં દરેકને ચાન્સ મળે. જોકે ઇલોન મસ્કે કહ્યું હતું કે સેટેલાઇટ સ્પેક્ટ્રમ માટે ઇન્ટરનેશનલ નિયમ અનુસાર જ એની વહેંચણી કરવી જોઈએ.

    ગ્રાહકો પર એની અસર

    સ્ટારલિંક માર્કેટમાં આવવાથી કોમ્પિટિશનમાં વધારો થશે. હાલમાં જ દરેક કંપની દ્વારા ડેટા પ્લાનના ભાવ વધારી દેવામાં આવ્યાં છે. જોકે સ્ટારલિંકના ભારતમાં આવવાથી ગ્રાહકોને ફરી સસ્તી સેવા મળી શકે છે.

    INDIA
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Shubhaanshu Shukla અંતરિક્ષમાં મગ-મેથી ઉગાડશે : લાંબો વખત ટકી શકતા ભોજન પર રિસર્ચ થશે

    June 3, 2025
    ખેલ જગત

    ભારત વિરુદ્ધ ઝેર ઓકનારા Shahid Afridi નું દુબઈમાં કેરળ સમુદાય દ્વારા સ્વાગત કરવામાં આવ્યું

    May 31, 2025
    રાષ્ટ્રીય

    AI Replace Jobs In Next 5 Years: ગૂગલ ડીપમાઇન્ડના CEO Demis Hassabis

    May 31, 2025
    આંતરરાષ્ટ્રીય

    છેલ્લાં બે દાયકામાં સમુદ્રનો 21 ટકા હિસ્સો કાળો પડતાં વિજ્ઞાનીઓ ચિંતિત

    May 30, 2025
    ટેક્નોલોજી

    World ના 29 દેશોના 18 કરોડથી વધુ ઓનલાઈન યુઝર્સના ડેટાની ઉઠાંતરી

    May 29, 2025
    ટેક્નોલોજી

    Super computer કહ્યું કે, પૃથ્વી પર જીવન 1 અબજ વર્ષ સુધી ટકી શકે છે

    May 29, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.