Kutch,તા.19
ચૈત્રી નવરાત્રી શકિત ઉપાસનાનું મહાન પર્વ ગણાય છે. જીવનમાં શકિત અને ભકિત વિના આગળ વધવુ મુશ્કેલ છે. ચૈત્રી નવરાત્રી દરમ્યાન પુજાપાઠ, અનુષ્ઠાન, શ્લોક, સ્તુતિ, માતાજીના ગરબા દ્વારા નવદુર્ગા માતા પાસે જપવામાં આવે છે.
માતાજીના ગુણગાન ગવાય છે. માં આશાપુરા ધામ માતાના મઢ કચ્છ ખાતે તા.18ના બુધવારના રોજ ફાગણ વદ અમાસના રોજ રાત્રીના 9 કલાકે ઘટસ્થાપન વિધિ રાજાબાવાશ્રી યોગેન્દ્રસિંહજીના અધ્યક્ષસ્થાને તેમજ ગોરમહારાજ શ્રી દેવકૃષ્ણ જોષી ઘટસ્થાપન વિધિ કરવામાં આવેલ.
સમગ્ર વાતાવરણમાં આશાપુરાના નાદથી ગુંજી ઉઠશે. માતાના મઢ જાગીર ટ્રસ્ટીઓ ખેંગરાજી જાડેજા, પ્રવીણસિંહ વાઢેર, ભુવા દિલુભા ચૌહાણ, ગજુભા ચૌહાણ, તેમજ મયુરસિંહ જાડેજા, સચિનભાઈ, મનુભા જાડેજા, પ્રતાપસિંહ તેમજ સેવકગણ, દર્શનાર્થીઓ, માઈ ભકતો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ. દર્શનાર્થીઓને તકલીફ ન પડે તે માટે ટ્રસ્ટીગણ તથા સેવકગણ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ છે તેમ વિનોદ પોપટે જણાવેલ છે.

