Manavadar તા.7
માણાવદર તાલુકાના વેપારી ગામમાં પાણીજન્ય રોગચાળો અને મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે છેલ્લા એક મહિનામાં ડેગ્યુના અનેક કિસ્સાઓ આ ગામમાં બનવા પામેલ છે ઉપલેટા શ્રીજી હોસ્પિટલમાં ડોક્ટર મકડી પાસે છેલ્લા એક મહિનામાં લગભગ ત્રીસથી વધુ દર્દીઓએ સારવાર લીધી છે.
માત્ર એક હોસ્પિટલમાં આટલા લોકો એકજ ગામના આવ્યા છે છતાં તંત્ર નિંદ્રામાં છે છેલ્લા 24 કલાકમાં મકડી હોસ્પિટલમાં સારવાર લેનાર દર્દીઆમાં રામશીભાઈ રાજાભાઈ ભેડા 4 ગોવિંદભાઈ હમીરભાઈ બેરીયા. નેભાભાઈ નારણભાઈ ભેડા(માજી સરપંચ) હિતેશ ગોવિંદભાઈ વસરા સાવન કરશનભાઈ ભેડાજાહ્નવી પાલાભાઈ ખોડભાયા મનીષાબેન પાલાભાઈ ખોડભાયા દેવાણંદભાઈ હમીરભાઈ બેરા સમાવેશ થાય છે

