Junagadh તા.6
માંગરોળનાં કામનાથ સેડ પર અગાઉના મનદુઃખમાં માથામાં લોખંડના કડાના ઘા માર્યા છરી બતાવી ફરીયાદી અન્ય શખ્સને મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાઈ છે.
માંગરોળના કામનાથ રોડ મમતા પ્રોવિઝન સામે બનેલી ઘટનામાં ફરીયાદી જસ્મીનભાઈ રસીકભાઈ સોલંકી (ઉ.23)એ ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓ સાગર ભુપતભાઈ, મનુ ભુપત, સાહીલ સુરેશ રાઠોડ અને વિશાલ કિશોર રાઠોડ સામે અગાઉના મનદુઃખના કારણે ગઈકાલે જસ્મીનભાઈ સોલંકી અને સાહેદનું એકટીવા રોકાવી ઝગડો કરી સાગર ભુપત અને મનુ ભુપતએ માથામાં લોખંડના કડા મારી ગંભીર ઈજા કરી અન્ય આરોપીઓએ માર મારી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવતા માંગરોળ પોલીસે તપાસ હાથ ધરી છે.
જુનાગઢ તાબેના પલાસવા ગામે ગ્રામ પંચાયતની બાજુમાં રહેતા વિલાસબેન કેશુભાઈ ધોણી (ઉ.55)ને પગના દુઃખાવાથી કંટાળી જઈ કેરોસીન કપડામાં છાંટી દીવાસળી ચાંપી દેતા ગંભીર રીતે દાઝી જતા સારવાર દરમ્યાન મોત નોંધાયું હતું. જુનાગઢના ડુંગરપુરના રહીશ ઉપેન્દ્ર ચંદુભાઈ કાબા (ઉ.39) બેભાન હાલતમાં સરકારી હોસ્પીટલમાં લઈ આવતા ડોકટરે મૃત જાહેર કર્યા હતા.

