Junagadh, તા.7
ગિરનાર અંબાજી મંદિર નજીક અમદાવાદના શખ્સના ગળામાંથી કુલ રૂા.10,4782.43 લાખના દાગીના ભીડમાંથી કોઇ ચોરી ગયાની ફરિયાદ ચાર માસ બાદ ભવનાથ પોલીસમાં નોંધાઇ છે.
જુનાગઢ દ્વારા મણીનગર અમદાવાદ પુનીત પાર્ક સોસાયટીમાં રહેતા ફરિયાદી નિર્મળસિંહ દિલીપસિંહ જાડેજા ગત તા.15-2ની રાત્રીના બેના સુમારે ગિરનાર દર્શને આવેલ ભારે ગીરદીમાં કોઇ અજાણ્યા શખ્સે નિર્મળસિંહના ગળામાં પહેરેલ સોનાનો ચેઇન વજન 25.029 ગ્રામ કિંમત 95,205.48 લોકેટ વજન 5.930 ગ્રામ રૂા.5,576.95 મળી કુલ રૂા.10,4782ની કોઇ ગળામાંથી ચોરી કરી લઇ ગયાની ફરિયાદ ગઇકાલે ભવનાથ પોલીસમાં નોંધાવતા ભવનાથ પોલીસે તપાસ હાથ ધરી છે.

