JUNAGADH.તા.02
સતત સમાજીક કાર્યમાં ઉપયોગી અને નિસ્વાર્થ ભાવે શિક્ષણ અને સ્વાસ્થય ક્ષેત્રે સેવા કરી રહેલા યુગલની એક અનોખી સમાજ માટે પ્રેરણાદાયી દેહદાનની પહેલ
આજે ભાવનાબેન પરી જે સરકારી આયુર્વેદિક હોસ્પિટલ જુનાગઢમાં મેટ્રન તરીકેની સતત 25 વર્ષથી સેવા બજાવી રહ્યા છે ભાવનાબેન એટલે કે બલદેવપરીના ધર્મપત્તિ નો આજે જન્મ દિવસ અને નિવૃતિ દિવસ છે.બળદેવપરી (બબ્બે વાર રાષ્ટ્રપતિ દ્વારા સન્માનીત શિક્ષક)સાહેબે શિક્ષકે શિક્ષણ ક્ષેત્રે તો અનેરૂ કાર્ય કર્યું અને એ કાર્યમાં ભાવનાબેન નું પણ યોગદાન રહ્યું છે . ખાસ કરીને આજે એના જન્મદિવસ અને નિવૃત્તિના દિવસે ભાવનાબેન અને બળદેવપરી સાહેબે બંનેએ પોતાના દેહદાનનો સંકલ્પ કરી એક પ્રેરણાદાયી કાર્ય કર્યું છે
દેહદાન કરવું એ સમાજ માટે ખૂબ ઉપયોગી કાર્ય છે
માનવતાની અમર જ્યોત એટલે દેહદાન જ્યારે આપણા પ્રિયજનો કે અન્ય માટે મૃત્યુચક્ર ચોક્કસ છે અને મૃત્યુ પછી આપણા જીવનનો અંત પણ ચોક્કસ છે પરંતુ આ દેહ બીજાના કામમાં આવી જાય એવું એક આશાનું કિરણ બની શકે અને એ સમજણ સાથે મૃત્યુ પછીની જીવનની નવી દિશા આપવા માટેનું કાર્ય આ દંપતીએ કર્યું છે
દેહદાન એટલે મૃત્યુ પછી પોતાના શરીરને તબીબી વિજ્ઞાન અને સંશોધન માટે દાન કરવું આ દાન દ્વારા તબીબી ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માનવ શરીરની રચના અને કાર્યની પ્રણાલીનો અભ્યાસ કરી શકે આ અભ્યાસ ભવિષ્યમાં ડોક્ટરોને સર્જન અને વધુ સારી રીતે મદદ કરે છે જે આખરે લાખો લોકોના જીવનને બચાવે છે તબીબી શિક્ષણ અને સંશોધન માટે દેહદાન ખૂબ જરૂરી છે કારણ કે તબીબી ક્ષેત્રે વિદ્યાર્થીઓ સંશોધકો માટે એ અમૂલ્ય સ્ત્રોત છે એ અભ્યાસ કરી સંશોધન કરી અનેક રોગોના ઉપચાર અને તબીબી પદ્ધતિનો વિકાસ કરી શકે છે આ સમજણ સાથે આ નિસ્વાર્થ ભાવે વેબસાઈટ ચલાવતા www.Baldevparicom પર ભાવનાબેન અને બલદેવપરીએ શિક્ષણના પ્રેરણા પુષ્પો માં પ્રેરણાદાયી વાતો 108 એપિસોડ નાના નાના 5 મિનિટના ભાગ મુકવામાં આવ્યા છે જે જીવનને નવી દિશા આપે છે આ સતત ત્રણ વર્ષ સુધી દર શનિવારે મુકાતા રહેલા છે જે ભાવનાબેનના મધુર અવાજમાં મૂકવામાં આવેલા છે ચોક્કસ એ સાંભળવા ગમશે આપ માટે પણ અવશ્ય મુલાકાત લેવી એ એક ભાગ્યની વાત છે જે વેબસાઈટની સાડા ત્રણ કરોડથી વધુ વિઝીટર્સ છે અને આને અનુસંધાને જ દેશ અને દેશાવર સુધી google સુધી જેની નોંધ લેવાય છે તેમાં આ ભાવનાબેન નો પણ એટલો જ સહયોગ રહ્યો છે આજે એના આવા શુભ અવસરે વિશેષ રીતે તેને પોતાના દાંપત્ય જીવનની મધુરતામાં વધુ એક છોગું ઉમેરતા દેહદાનનો સંકલ્પ કરવામાં આવેલો છે જે સમાજ જીવન માટે ખૂબ પ્રેરણાત્મક છે