Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Virpurના ગાયત્રી મુક્તિધામની ૧૭ વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા

    September 18, 2026

    Veravalમાં પાંચમાં દિવસે ૩૦૦ થી વધુ નાના મોટા ગણપતિનું વિસર્જન કરાયું,ટાવર ચોક ખાતે તમામનું સ્વાગત કરાયું

    September 18, 2026

    Rajkot: પડધરી નજીક બાઈક સાથે આખલો અથડાતા આધેડનું મોત

    September 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Virpurના ગાયત્રી મુક્તિધામની ૧૭ વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા
    • Veravalમાં પાંચમાં દિવસે ૩૦૦ થી વધુ નાના મોટા ગણપતિનું વિસર્જન કરાયું,ટાવર ચોક ખાતે તમામનું સ્વાગત કરાયું
    • Rajkot: પડધરી નજીક બાઈક સાથે આખલો અથડાતા આધેડનું મોત
    • Rajkotમાં પરણિત પ્રેમિકાએ સંબંધ તોડતા યુવકે સગાના ધરે ફિનાઇલ પીધું
    • Jamnagarમાં મધુવન સોસાયટીમાં ડુપ્લીકેટ દારૂ બનાવવાના કાવતરાનો પર્દાફાશ
    • Jamnagar નજીક કનસુમરા પાટિયા પાસે બુલેટચાલકની ટક્કરે વેપારીને ગંભીર ઈજા
    • Ahmedabad: ચા ઉદ્યોગમાં વ્યવસાયથી આગળ મૂલ્યોનો વારસો રચનાર દિગ્ગજ પીયૂષભાઈ દેસાઈની ચિરવિદાય
    • Amreli: પશુઓને બચાવવાં માટે સિંહણ સામે બાથ ભીડવા ઊભો રહી ગયો માલધારી!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, September 19
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Russiaનાં નવા સંશોધનમાં સામે આવ્યું મનુષ્યોનાં અમર થવાનું સત્ય
    આંતરરાષ્ટ્રીય

    Russiaનાં નવા સંશોધનમાં સામે આવ્યું મનુષ્યોનાં અમર થવાનું સત્ય

    Vikram RavalBy Vikram RavalAugust 3, 2026Updated:August 3, 2026No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Moscow, તા. 3
    શું આપણો સમાજ કે વિજ્ઞાન ક્યારેય એવી સ્થિતિમાં પહોંચી શકશે જ્યાં માણસ અમર બની જાય? જો દુનિયામાંથી તમામ અસાધ્ય અને ઘાતક બીમારીઓને નાબૂદ કરી દેવામાં આવે, તો પણ શું માનવ શરીર અનંતકાળ સુધી જીવંત રહી શકે?

    તાજેતરમાં થયેલાં એક વૈજ્ઞાનિક અભ્યાસ અને રશિયાની નવી રિસર્ચે આ સવાલનો અત્યંત રસપ્રદ જવાબ આપ્યો છે. વિજ્ઞાનીઓના મતે માનવ શરીર સંપૂર્ણપણે અમર તો નથી થઈ શકતું, પરંતુ જો દરેક રોગ અને વૃદ્ધાવસ્થાના ઉત્સર્જક પરિબળો દૂર કરવામાં આવે તો માણસનું મહત્તમ આયુષ્ય 146 થી 194 વર્ષ સુધી લંબાવી શકાય છે.

    ગણિતીય મોડેલ અને ઉગઅ નું ગણિત 
    રશિયાનાં મોસ્કો સ્થિત સ્કોલ્કોવો ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકો દ્વારા આ સંશોધન કરવામાં આવ્યું છે, જે પ્રસિદ્ધ ‘એનપીજી એજિંગ’ જર્નલમાં પ્રકાશિત થયું છે.

    શોધકર્તાઓએ એક વિશેષ ગણિતીય મોડેલના આધારે સમજવાનો પ્રયાસ કર્યો છે કે જો શરીરને વૃદ્ધ બનાવતાં તમામ જાણીતાં કારણો અને ઘાતક બીમારીઓ દૂર કરી દેવાય, તો માનવ શરીર કેટલો સમય કામ કરી શકે.

    આ અભ્યાસ મુજબ માનવ આયુષ્યની સીમા ‘સોમેટિક મ્યુટેશન’ પર આધારિત છે, જે DNA ની અંદર થતી એક કુદરતી પ્રક્રિયા છે. વધતી ઉંમર સાથે ઉગઅ માં સતત ક્ષતિ થાય છે અને શરીર તેને પૂર્ણપણે સાજું કરી શકતું નથી, જેના કારણે કોષો નબળાં પડે છે અને વ્યક્તિ વૃદ્ધ થવા લાગે છે.

    રશિયાનો રૂા.2 લાખ કરોડનો વિશેષ પ્રોજેક્ટ 
    વૃદ્ધાવસ્થા અને અસાધ્ય રોગો સામે લડવા માટે રશિયાની સરકારે ‘ન્યૂ ટેકનોલોજીસ ફોર હેલ્થ પ્રિઝર્વેશન નેશનલ પ્રોજેક્ટ’ શરૂ કર્યો છે. વર્ષ 2024 માં શરૂ કરાયેલા આ ડ્રીમ પ્રોજેક્ટનું કુલ બજેટ 26 બિલિયન ડોલર (આશરે રૂા.2 લાખ કરોડથી વધુ) રાખવામાં આવ્યું છે.

    આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય વર્ષ 2030 સુધીમાં 1.75 લાખથી વધુ લોકોનાં જીવ બચાવવાનો છે. રશિયાનાં નાયબ વિજ્ઞાન મંત્રીના જણાવ્યાં મુજબ, આ મિશન બુઢાપા સામેની લડાઈમાં એક ક્રાંતિકારી શસ્ત્ર સાબિત થઈ શકે છે.

    સંશોધનમાં સામે આવેલી ક્રાંતિકારી ટેકનોલોજીઓ 
    આ રાષ્ટ્રીય પ્રોજેક્ટ હેઠળ વૈજ્ઞાનિકો મુખ્યત્વે ચાર મહત્વપૂર્ણ દિશામાં કામ કરી રહ્યાં છે. પ્રથમ, જીન થેરાપી દ્વારા ઉગઅ ના સ્તરે જ કોષોના વૃદ્ધ થવાની પ્રક્રિયાને ધીમી પાડવી. દ્વિતીય, 3ઉ બાયો-પ્રિન્ટિંગ પદ્ધતિથી માનવ કોષો દ્વારા નવા અંગો તૈયાર કરવા, જેમાં ઉંદર પર સફળ પ્રયોગ પણ થઈ ચૂક્યો છે.

    તૃતિય, ‘ઝેનોટ્રાન્સપ્લાન્ટેશન’ હેઠળ ડુક્કરના જીનેટિક એડિટિંગ દ્વારા માનવ શરીર માટે અનુકૂળ અંગો તૈયાર કરવા. ચોથું, ‘ક્રાયોથેરેપી’ જે નીચા તાપમાને શરીરનાં ક્ષતિગ્રસ્ત કોષોને પુનજીવત કરવાનું કામ કરે છે.

    પુતિનનો અંગત સ્વાર્થ કે દેશની વસ્તીવિષયક જરૂરિયાત? 
    નિષ્ણાતોમાં આ સંશોધનને લઈને બે અલગ-અલગ મંતવ્યો પ્રવર્તે છે. એક વર્ગનું માનવું છે કે પુતિન પોતાનાં આયુષ્યને લંબાવવા માટે આ સંશોધનોને પ્રોત્સાહન આપી રહ્યાં છે, જ્યારે બીજો વર્ગ તેને રશિયાની અત્યંત જરૂરી રાષ્ટ્રીય માંગ માને છે.

    રશિયામાં હાલમાં પુરુષોનું સરેરાશ આયુષ્ય ઘટીને માત્ર 68.26 વર્ષ રહી ગયું છે, જે પશ્ચિમી દેશોની સરખામણીએ ખૂબ ઓછું છે. તેથી દેશની વસ્તીમાં ઘટાડો રોકવા અને નાગરિકોનું સરેરાશ આયુષ્ય વધારવા માટે આ ટેકનોલોજી રશિયા માટે ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે.

    વ્લાદિમીર પુતિન, સી જિનપિંગ અને અમરત્વની ચર્ચા
    આ વૈજ્ઞાનિક દાવો એવા સમયે સામે આવ્યો છે જ્યારે રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પોતે પણ અમરત્વ અંગે વાત કરી ચૂક્યાં છે. ચીનમાં આયોજિત એક સૈન્ય પરેડ દરમિયાન ચીનનાં રાષ્ટ્રપતિ સી જિનપિંગ અને ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન સાથેની વાતચીતમાં પુતિને કહ્યું હતું કે જો માનવ અંગોનું ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય તો માણસ ઇચ્છે તેટલું લાંબું આયુષ્ય મેળવી શકે છે.

    માઇક્રોફોનમાં અકસ્માતે રેકોર્ડ થયેલી આ વાતચીતમાં અમરત શક્ય હોવાનો ઉલ્લેખ થયો હતો. જિનપિંગે પણ ઉમેર્યું હતું કે આ સદીમાં માણસ 150 વર્ષ સુધી જીવી શકે છે તેવા અનુમાનો છે. આ વાતચીત લીક થયા બાદ ક્રેમલિને સ્વીકાર્યું હતું કે રશિયા આ દિશામાં સક્રિયપણે કામ કરી રહ્યું છે.

    મગજ અને હૃદય નક્કી કરે છે આયુષ્યની સીમા
    રિસર્ચ દરમિયાન એ પણ સામે આવ્યું છે કે માનવ શરીરનાં તમામ અંગો એકસરખી ઝડપે વૃદ્ધ થતાં નથી. ઉદાહરણ તરીકે, ત્વચા અને લીવર જેવા અંગોમાં સતત નવાં કોષોનું નિર્માણ થતું રહે છે, જેથી તે લાંબા સમય સુધી કાર્યરત રહે છે. પરંતુ મગજનાં ચેતાકોષો (ન્યૂરોન) અને હૃદયનાં સ્નાયુઓના કોષો (કાર્ડિયોમાયોસાઇટ્સ) પુનઃનિર્માણ પામતાં નથી.

    આ જ કારણ છે કે જીવનભર સોમેટિક મ્યુટેશન આ અપરિવર્તનીય કોષોમાં જમા થાય છે, જે આખરે માણસનાં મહત્તમ આયુષ્યની મર્યાદા નક્કી કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. સંશોધનનો મુખ્ય ઉદ્દેશ્ય એ જાણવાનો હતો કે શરીરનો કયો હિસ્સો સૌથી પહેલાં નબળો પડે છે.

    Russia
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleદુનિયાના સૌથી ધનવાન Elon Muskની સંપતિ દોઢ મહિનામાં અડધી થઈ ગઈ
    Next Article ટ્રમ્પે હુમલા રોકવાની જાહેરાત કરતા Iranian Mediaએ ઠેકડી ઉડાવી – હવા નીકળી ગઇ
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    Asian Games: શૂટર મનુ ભાકર ભારતના ધ્વજધારકોમાંના એક હશે. શોટ પુટર તજિન્દર પાલ સિંહ તૂર બીજા ધ્વજધારક હશે

    September 18, 2026
    રાષ્ટ્રીય

    New Delhiમાં કિશોરી પર સામૂહિક બળાત્કાર અને હત્યા; પોલીસે ૭૨ કલાકની અંદર ચાર આરોપીઓની ધરપકડ કરી

    September 18, 2026
    રાજકોટ

    Rajkotમાં ૧૬૩ આવાસનો ડ્રો રદઃ ગેરરીતિની ફરિયાદ વચ્ચે મહિલા કોર્પોરેટરનું નામ ચર્ચામાં

    September 18, 2026
    મુખ્ય સમાચાર

    Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયામાં ગણેશોત્સવની ઉજવણીમાં જોડાયા, ભગવાન ગણેશના આશીર્વાદ મેળવ્યા

    September 18, 2026
    આંતરરાષ્ટ્રીય

    Brazil: ૮૦ લોકોની હત્યા કરનાર સીરિયલ કિલર ઝડપાયો

    September 18, 2026
    આંતરરાષ્ટ્રીય

    અમેરિકામાં અર્ધી રાતે કત્લ-એ-આમ Baltimoreમાં કેટલાયે લોકોને ગોળી મરાઈ

    September 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,360
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,410
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹235,500
    લાઈવ રેટ્સ • અપડેટ: 19-09-2026 03:25
    Categories
    Latest News

    Virpurના ગાયત્રી મુક્તિધામની ૧૭ વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા

    September 18, 2026

    Veravalમાં પાંચમાં દિવસે ૩૦૦ થી વધુ નાના મોટા ગણપતિનું વિસર્જન કરાયું,ટાવર ચોક ખાતે તમામનું સ્વાગત કરાયું

    September 18, 2026

    Rajkot: પડધરી નજીક બાઈક સાથે આખલો અથડાતા આધેડનું મોત

    September 18, 2026

    Rajkotમાં પરણિત પ્રેમિકાએ સંબંધ તોડતા યુવકે સગાના ધરે ફિનાઇલ પીધું

    September 18, 2026

    Jamnagarમાં મધુવન સોસાયટીમાં ડુપ્લીકેટ દારૂ બનાવવાના કાવતરાનો પર્દાફાશ

    September 18, 2026

    Jamnagar નજીક કનસુમરા પાટિયા પાસે બુલેટચાલકની ટક્કરે વેપારીને ગંભીર ઈજા

    September 18, 2026
    Search
    Main News

    Asian Games: શૂટર મનુ ભાકર ભારતના ધ્વજધારકોમાંના એક હશે. શોટ પુટર તજિન્દર પાલ સિંહ તૂર બીજા ધ્વજધારક હશે

    September 18, 2026

    New Delhiમાં કિશોરી પર સામૂહિક બળાત્કાર અને હત્યા; પોલીસે ૭૨ કલાકની અંદર ચાર આરોપીઓની ધરપકડ કરી

    September 18, 2026

    Rajkotમાં ૧૬૩ આવાસનો ડ્રો રદઃ ગેરરીતિની ફરિયાદ વચ્ચે મહિલા કોર્પોરેટરનું નામ ચર્ચામાં

    September 18, 2026

    Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયામાં ગણેશોત્સવની ઉજવણીમાં જોડાયા, ભગવાન ગણેશના આશીર્વાદ મેળવ્યા

    September 18, 2026

    Brazil: ૮૦ લોકોની હત્યા કરનાર સીરિયલ કિલર ઝડપાયો

    September 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Virpurના ગાયત્રી મુક્તિધામની ૧૭ વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા

    September 18, 2026

    Veravalમાં પાંચમાં દિવસે ૩૦૦ થી વધુ નાના મોટા ગણપતિનું વિસર્જન કરાયું,ટાવર ચોક ખાતે તમામનું સ્વાગત કરાયું

    September 18, 2026

    Rajkot: પડધરી નજીક બાઈક સાથે આખલો અથડાતા આધેડનું મોત

    September 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.