New Delhi,તા.18
ઈરાન યુદ્ધ પુર્ણ થતા જ જે રીતે ક્રુડતેલના ભાવમાં કડાકા થયા છે અને હવે 80 ડોલર પ્રતિબેરલના ભાવે ઉપલબ્ધ છે છતા છેલ્લા બે માસમાં સરકારે પેટ્રોલ-ડિઝલના ભાવમાં જે વધારો કર્યો છે તેમાં રાહત મળશે નહી.
કેન્દ્રીય પેટ્રોલિયમ તથા કુદરતી ગેસના રાજયમંત્રી સુરેશ ગોપીએ જણાવ્યું કે, ઉંચી કિંમતે જે રીતે ક્રુડતેલ ખરીદીને અન્ડર રિકવરી સાથે જનતાને પેટ્રોલ-ડિઝલનું વેચાણ થયુ છે. તેના કારણે ઓઈલ માર્કેટીંગ કંપનીઓને રૂા.12000 કરોડની ખોટ સહન કરવી પડી છે.
ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડતેલની સ્થિતિ સામાન્ય થવામાં સમય લાગશે તેથી હાલ જે કિંમત વધારો છે તે તાત્કાલીક પરત લેવાશે નહી. તેઓએ કહ્યું કે હોર્મુઝ જળમાર્ગથી ભારતને અગાઉની જેમ ક્રુડતેલ ઉપલબ્ધ થાય તેમાં સમય લાગશે તથા વૈશ્વિક માર્કેટ પણ હજુ સ્થિર થશે પછી સરકાર પરીસ્થિતિની સમીક્ષા કરશે.
સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર આ વર્ષના અંત પુર્વે ભાવ ઘટાડાનું વિચારશે નહી. હજુ રશિયન ક્રુડતેલની ઉપલબ્ધી મુદે પણ અમેરિકી વલણ નિશ્ચિત નથી.

