New Delhi,તા.27
કોકરોચ જનતા પાર્ટીના આંદોલનના પગલે શિક્ષણ મંત્રીના રાજીનામાથી જોશમાં આવી ગયેલા વિપક્ષ હવે આંદોલનમાં પોલીસ તથા અર્ધલશ્કરી દળોના જવાનોએ યુવા આંદોલનકારીઓને બેરહેમીથી જે માર માર્યા તે ઉપરાંત રામમંદિર દાનચોરી મુદે સરકારને ભીસમાં લેશે.
વિપક્ષના નેતા રાહુલ ગાંધીને આ અંગે ગઈકાલે ગૃહમંત્રી અમિત શાહને એક પત્ર લખી આ અંગે જવાબદારી નિશ્ચિત કરવાની માંગ કરી છે. ખાસ કરીને પેલેટ ગનના ઉપયોગ એ સૌથી મોટો મુદો બની જશે.
રેપીડ એકશન ફોર્સ પણ સ્વીકાર્યુ કે, વધુ પડતો બળપ્રયોગ થયો હતો. હવે વિપક્ષ આ મુદે ધમાલને વડાપ્રધાન દેશની માફી માંગે તેવી માંગણી કરશે. રાહુલ ગાંધીએ તેમના પત્રમાં અમાનુષી અત્યાચાર તથા બળનો ઘાતકી ઉપયોગ એ શબ્દનો ઉપયોગ કર્યો હતો.
રાહુલ ગાંધીએ આ પત્રમાં ગૃહમંત્રી તરીકે શું તમે આ પ્રકારના બળપ્રયોગની મંજુરી આપી હતી તેવો પ્રશ્ન અમિત શાહને કર્યો છે. જો તેઓએ નહી તો કોણે મંજુરી આપી. શું સાદા કપડા વાળા જે જંતર મંતર પર આ રીતે અત્યાચારમાં સામેલ હતા તે શું પોલીસ હતા કે સ્વયંમસેવકો તેવો મુદો પણ ઉઠાવ્યો હતો.

