Morbi,તા.04
નંબર પ્લેટ વગરના ૨૧ વાહનચાલકો સામે કેસ, લાયસન્સ ના હોય તેવા ૦૯ કેસ
મોરબી જીલ્લામાં હાઇવે પર ભારે વાહન વિરુદ્ધ જીલ્લા પોલીસે ચેકિંગ ડ્રાઈવનું આયોજન કર્યું હતું જે સરપ્રાઈઝ ચેકિંગમાં કુલ ૪૫૩ વાહનો ચેક કરવામાં આવ્યા હતા અને વિવિધ નિયમભંગના કેસો કરવામાં આવ્યા હતા
મોરબી જીલ્લામાં તા. ૦૩ ના રોજ સાંજથી રાત્રી સુધી ભારે વાહન ચેકીન ડ્રાઈવ યોજાઈ હતી જે સરપ્રાઈઝ વાહન ચેકિંગમાં ટ્રાફિક પોલીસ ટીમોએ કુલ ૪૫૩ વાહનો ચેક કર્યા હતા જેમાં નંબર પ્લેટ વગરના ૨૧ વાહનચાલકો સામે કેસ, વાહનમાં માલસામાન ભરેલ હોય અને તાલપત્રી ના હોય તેવા ૦૮ વાહનચાલકો વિરુદ્ધ કેસ, લાયસન્સ ના હોય તેવા ૦૯ કેસો, રોંગ સાઈડ/વધુ ગતિથી ચલાવતા ૦૫ વાહનચાલકો વિરુદ્ધ કેસ, અડચણરૂપ પાર્ક કરેલ વાહનો વિરુદ્ધ 03 કેસ, એમ વી એક્ટ ૨૦૭ મુજબના ૧૦ વાહન ડીટેઈન કરવામાં આવ્યા હતા તેમજ ચેકિંગ ડ્રાઈવ દરમિયાન કુલ રૂ ૫૪,૬૦૦ નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો