Prabhas Patan,તા.05
ગીર સોમનાથ ક્રાઇમબ્રાંચની ટીમે કોડીનારથી દબોચ્યો
પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના દારૂના ગુનાઓ ફરાર બુટલેગર ને ગીર સોમનાથ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી હતો અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી . ગીર સોમનાથ એસપી. જયદીપસિંહ જાડેજા દ્વારા નાસતા ફરતા આરોપી ને ઝડપી આપવા સૂચના અન્વયે એલસીબી ના પીઆઇ એસ.વી.રાજપૂતના માર્ગદર્શન હેઠળ તેમની ટીમને પેટ્રોલિંગ હતી ત્યારે પોલીસ હેડ કોન્સ્ટેબલ હિતેષભાઇ વાળા અને હરેન્દ્રસિંહ ગોહિલ ની સંયુક્તની બાતમી મળેલ કે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી કોડીનારના વિરાટનગરમાં રહેતો બુટલેગર વિજય ઉર્ફે ભૂરો જેસિંગભાઇ વાજા ઉમર વર્ષ 39 ને એલસીબી ટીમે ઝડપી પાડ્યો હતો અને પ્રભાસ પાટણ પોલીસ ને સોંપવા તજવીજ હાથ ધરી હતી

