આરોપીએ પત્ની અને પુત્રના નામે મકાન, કાર, બાઇક સહિતની મિલકત વસાવી તી
Gandhidham,તા.06
ગાંધીધામમાં રહેતો અને માદક પદાર્થની હેરાફેરી અને વેપલો કરતા શખ્સ હાલ પીઆઈટી એનડીપીએસ એક્ટ હેઠળ જૂનાગઢ ખાતે જેલમાં રહેલ આરોપી દ્વારા ગેરકાયદે પ્રવૃતિ કરી મિલકત વસાવેલી સ્થાવર અને જંગમ મિલકત જપ્ત કરવાનો હુકમ કરતા એસઓજીની ટીમે આરોપીનું મકાન અને બાઇક, કાર સહિત રૂ 37.લાખનો મિલકતને ઝપ્ત કરવામાં આવી હતી
આ અંગે મળતી માહિતી મુજબ માદક પદાર્થ હેરાફેરી અને વેપલો કરતા શખ્સો દ્વારા વસાવેલ સ્થાવર અને જંગમ મિલકતને જપ્ત કરવાની સૂચનાને પગલે પૂર્વ કરછ ગાંધીધામ એસ ઓ જી દ્વારા ગાંધીધામમાં રહેતો મૂળ બિહારનો પિન્ટુ વેદાનંદ ઉર્ફે બેદાનંદ યાદવે માદક પદાર્થો વેપલો કરી ગેરકાયદે આવકથી વસાવેલા મિલકત અંગે તેમના પરિવાર સદસ્યોના નામે થાવર અને જંગમ મિલકત અંગેની તપાસ કરતા અંજારના વરસામેડી સીમમાં ઉષાદેવી પીન્ટુ યાદવ ના નામે મકાન, કાર, અને મોટરસાયકલ, એકટીવા મળી રૂ 3731000 ની ગેરકાયદેસર મિલકત ઊભી કરેલ હોય જેથી પૂર્વ કરછ પોલીસ દ્વારા તા 20/1/2026ના રોજ સ્મગલર એન્ડ ફોરેન એક્સચેન્જ મેનીપ્યુલેટર કોમ્પિટેન્ટ ઓથોરિટીને મોકલતા ઓથોરિટી દ્વારા આરોપીને મિલકત અંગે તક આપતા કાયદેસરની આવકમાંથી વસાવેલ છે તે સાબિત કરવામાં નિષ્ફળ જતા પૂર્વ કચ્છ પોલીસ દ્વારા રજુ કરવામાં આવેલ દરખાસ્તને માન્ય રાખતા ઓથોરિટી 3 8 2026 ના રોજ એનડીપીએસ એક્ટ હેઠળ આરોપી પિન્ટુ વેદાનંદ યાદવની સ્થાવર અને જંગમ મિલકત જપ્ત કરવા હુકમ કરવામાં આવ્યો હતો.

