Mumbai,તા.16
છેલ્લી કેટલીક મેચોમાં નિરાશાજનક પ્રદર્શન કરનાર મુંબઈ ઈન્ડિયન્સ (MI) આજે રોહિત શર્માની ગેરહાજરી છતાં અત્યાર સુધી અણનમ રહેલી પંજાબ કિંગ્સ (PBKS) ના મુશ્કેલ પડકારનો સામનો કરવા માટે તૈયાર રહેશે. મુંબઈને ઘરઆંગણે છેલ્લી મેચમાં RCB સામે હારનો સામનો કરવો પડ્યો હતો અને હવે તેઓ કોઈપણ કિંમતે વિજય ટ્રેક પર પાછા ફરવા માંગશે.
બીજી તરફ, શ્રેયસ ઐયરની આગેવાની હેઠળ પંજાબ કિંગ્સે ફરી એકવાર ગયા સિઝનની જેમ પોતાનું સારું પ્રદર્શન ચાલુ રાખ્યું છે અને તેમને હરાવવા સરળ રહેશે નહીં. પ્રિયાંશ આર્ય અને શ્રેયસના નેતૃત્વમાં પંજાબના બેટ્સમેનોએ અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે.

