Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkotમાં ઈન્ડિયન મેડિકલ એસોસીએશન-ગુજરાતની 76મીરાજ્યકક્ષાની કોન્ફરન્સના સાયન્ટિફિક સેશનનો શુભારંભ
    રાજકોટ

    Rajkotમાં ઈન્ડિયન મેડિકલ એસોસીએશન-ગુજરાતની 76મીરાજ્યકક્ષાની કોન્ફરન્સના સાયન્ટિફિક સેશનનો શુભારંભ

    Vikram RavalBy Vikram RavalOctober 19, 2024No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot તા. 19
    ઈન્ડીયન મેડિકલ એસોસીએશનની રાજ્ય કક્ષાની કોન્ફરન્સ જીમાકોન-2024 નું આયોજન રાષ્ટ્રીય કક્ષાનું છે અને ચાર પદ્મશ્રીથી નવાજાયેલ તબીબો સહિત આંતરરાષ્ટ્રીય કક્ષાના તબીબો ઉપસ્થિત રહેવાના છે એ પ્રશંસનીય છે એમ ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-હેડ ક્વાર્ટર નવી દિલ્હીના ઈલેક્ટ પ્રેસીડન્ટ ડો. અનિલ નાયકે જણાવ્યું હતું.

    સૌરાષ્ટ્રના તબીબી જગત માટે ગૌરવરૂપ એવી ઇન્ડીયન મેડીકલ એસોસીએશન-ગુજરાતની 76મી રાજ્ય કક્ષાની કોન્ફરન્સના સાયન્ટીફીક સેશનનો શુભારંભ થયો છે. ડો. અનિલ નાયકના જણાવ્યા અનુસાર ગુજરાતભરના ત્રણ હજાર જેટલાં તબીબો તથા દેશભરમાંથી વિવિધ રોગના નિષ્ણાત તબીબોની ઉપસ્થિતિમાં યોજાયેલાં સમારોહમાં કોન્ફરન્સના સાયન્ટીફીક સેશનનો પ્રારંભ થયો છે.

    રાષ્ટ્રીય અગ્રણી તરીકે હું દેશભરના તમામ રાજ્યમાં વિવિધ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહુ છુ પણ રાજકોટની આ કોન્ફરન્સ તમામ ક્ષેત્રે ઉત્કૃષ્ટ છે. વિવિધ વિષયોના નિષ્ણાત ફેકલ્ટી, એકેડમીક કાર્યક્રમો, પ્રદર્શન, પેપરપ્રેઝન્ટેશન દરેક ક્ષેત્રે ઉમદા આયોજન થયુ છે એ માટે ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટ અને જીમાકોનની ટીમ અભીનંદનને પાત્ર છે. રાષ્ટ્રીય કક્ષાએ આની નોંધ લેવાશે. 

    ગુજરાત આઈ.એમ.એ.ના પ્રેસીડન્ટ ડો. ભરત કાકડીયાએ જણાવ્યું હતું કે, હાલમાં સમાજમાં ખાનપાનની ફુટેવો, વ્યસનો અને પરિશ્રમ વગરના જીવનના કારણે જીવનશૈલી સંબંધીત અનેક સમસ્યાઓ જોવા મળે છે. બાળકો અને યુવાનોમાં આજકાલ સોડાયુક્ત ઠંડા પીણા, જંકફૂડ વગેરેનો વપરાશ બહુ વધ્યો છે જેમાંથી શરીરને કોઈ પણ પ્રકારનું પોષણ મળતુ નથી ઉલ્ટા આ પ્રકારના પીણા અને કુડમાં વધુ પ્રમાણ રહેલ સુગરના કારણે પાચનમાં તકલીફ ઉભી થાય છે જે અંતે હોજરી, સ્વાદ પિંડુ, આંતરડાને નુકસાન કરે છે.

    શહેરોમાં રમત-ગમતના મેદાનનો અભાવ જોવા મળે છે તો ભયંકર ટ્રાફીકના કારણે રોડ પર લોકો ચાલી શક્તા નથી. વધતા જતાં વાહન વ્યવહારના કારણે લોકોમાં ચાલવાનુ પ્રમાણ ઘટતુ જાય છે. કામવાળા કલ્ચરના કારણે ગૃહિણીઓને રોજના કામમાં થતી કસરત બંધ થતી જાય છે. યુવાનો અને ખાસ કરીને કોર્પોરેટ કલ્ચરમાં સીગારેટનું વ્યસન વધ્યુ છે. ગુજરાતમાં દારૂબંધીના કારણે પણ તમાકુ, ગુટકા વગેરેના વ્યસન વધ્યા હોય એવુ લાગે છે. એક અભ્યાસ પ્રમાણે દેશમાં મો-ગલોફા-ગળાના કેન્સર સૌથી વધુ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં જોવા મળે છે. 

    ડો. કાકડીયાએ તંદુરસ્ત જીવન માટે પૌષ્ટીક આહાર, નિયમીત કસરત અને પુરતી ઉંઘ જરૂરી હોવાનું જણાવી ખોરાકમાં પ્રોટીક યુક્ત ખોરાક, લીલા અને પાંદડાવાળા શાકભાજી, ફળ-ફળાદીનું પ્રમાણ વધારે રાખવા જણાવ્યુ છે. રોજ બરોજના ખોરાકમાં તેલ અને કાર્બોહાઈટ્રેડનો વપરાશ ખૂબ ઓછો રાખવા અને રોજ 45 થી 60 મીનીટ સુધી કોઈ પણ પ્રકારે શારિરીક શ્રમ-કસરત કરવા પર ભાર મુક્યો હતો.

    જીમાકોનના સેક્રેટરી ડો. ચેતન લાલસેતા, ડો. પારસ શાહ અને ડો. સંજય ભટ્ટએ જણાવાયુ છે કે, વર્તમાન જીવનશૈલીના કારણે હૃદય રોગ, મગજના રોગ, માનસિક રોગ, ડિપ્રેશન, તાણ, નિરાશા, વધુ પડતી મેદસ્વીતા, સાંઘાના-કમરના દુ:ખાવા, પેટ-પાચનને લગતા દર્દ ખૂબ જોવા મળે છે. ઈન્ફેરાથી થતા રોગ કરતા હાલ વાયુ પ્રદુષણ અને આહારમાં ભેળસેળના કારણે લોકો વધુ રોગમાં સપડાય છે. ધ્વની પ્રદુષણના કારણે નાની ઉંમરમાં બહેરાશ-અનિદ્રાના રોગનો ભોગ અનેક લોકો બનતા જોવા મળે છે . આ ઉપરાંત અનેક રોગ સામે આપણે અગમચેતી રૂપે જીવનશૈલીમાં કેવા પરિવર્તન કરવા જોઈ એ વિશે દેશભરમાંથી આવેલાં નિષ્ણાત ફેકલ્ટી માર્ગદર્શન આપશે.

    ગુજરાત આઈ. એમ. એ. ના પ્રેસીડન્ટ ડો. ભરત કાકડીયા, સેક્રેટરી ડો. મેહુલ શાહ, ઝોન ઉપપ્રમુખ ડો. ભાવેશ સચદે, જીમાકોન-2024ના ચેરમેન ડો.અતુલ પંડયા, કોન્ફરન્સ કો.ઓર્ડીનેટર ડો. યજ્ઞેશ પોપટ, ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી (ચીફ) ડો. ચેતન લાલસેતા, ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી (સાયન્ટીફીક) ડો. સંજય ભટ્ટ, ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી (ઈવેન્ટ) ડો. પારસ શાહ, રાજકોટ આઈ. એમ.એ. ના પ્રમુખ ડો. કાંત જોગાણી, સેક્રેટરી ડો. અમીપ મહેતા, જીમાકોન-2024ના કો. ચેરમેન ડો. એમ. કે. કોરવાડીયા, ડો. હિરેન કોઠારી, ડો. દિપેશ ભાલાણી, સાયન્ટીફીક કમીટી ચેરમેન ડો. અમીત અગ્રાવત, ટ્રેઝરર ડો. તેજસ કરમટા, સોવેનિયર એડીટર ડો. જય ધીરવાણી, જોઈન્ટ સેક્રેટરી પ્રફુલ કમાણી, ડો. રૂકેશ ઘોડાસરા, ડો. સંજય ટીલાળા, જોઈન્ટ ટ્રેઝરર ડો. પિયુષ ઉનડકટ, ડો. જયેશ ડોબરીયા, રાજકોટના વરીષ્ઠ તબીબો ડો. એસ. ટી. હેમાણી, ડો. સી. આર. બાલધા, ડો. ડી. કે. શાહ, ડો. સુશિલ કારીઆ, ડો. પ્રકાશ મોઢા, ડો. કિરીટ દેવાણીના માર્ગદર્શન હેઠળ તબીબોની ટીમ કોન્ફરન્સના આયોજન માટે કાર્યરત છે. કોન્ફરન્સના મિડિયા કો. ઓર્ડિનેટર તરીકે વૈભવ ગ્રાફિક્સના વિજય મહેતા સેવા આપે છે. 

    જીમાકોન-24 ના સફળ આયોજન માટે રીશેપ્શન કમીટીના ચેરમેન ડો. ડી. કે. શાહ, સાયન્ટીફીક કમીટીના ચેરમેન ડો. અમીત અગ્રાવત, સુવેનિયર કમીટીના ચેરમેન ડો. જય ધીરવાણી, ઓડિયો વિઝ્યુઅલ કમીટીના ચેરમેન ડો. મિહિર તન્ના, ઈનોગ્રેશન ફંક્શન કમીટીના ચેરમેન ડો. અમીત હપાણી, ફાયનાન્સ કમીટીના ચેરમેન ડો. મયંક ઠક્કર, વેન્યુ અને સ્ટોલ કમીટીના ચેરમેન ડો. સંકલ્પ વણઝારા, એન્ટરટેઈનમેન્ટ કમીટીના ચેરમેન ડો. નિતિન લાલ, હોલ મેનેજમેન્ટ કમીટીના ચેરમેન ડો. વિજય નાગેચા, સ્પાઉસ પ્રોગ્રામ કમીટીના ચેરમેન ડો. સ્વાતિબેન પોપટ, રજીસ્ટ્રેશન કમીટીના ચેરમેન ડો. રશ્મી ઉપાધ્યાય, એકોમોડેશન અને ટ્રાન્સપોર્ટ કમીટીના ચેરમેન ડો. નિતીન ટોલીયા, કુડ ફુડ એન્ડ બેવરેજીસ કમીટીના ચેરમેન ડો. કમલેશ કાલરીયા, કીટ એન્ડ મેમેન્ટો કમીટીના ચેરમેન ડો. દેવેન્દ્ર રાખોલીયા, એસ.ડબલ્યુ.સી. કમીટીના ચેરમેન ડો. વી. બી. કાસુન્દ્રાની આગેવાની હેઠળ વિવિધ કમીટીમાં તબીબોની ટીમ કાર્યસ્ત છે.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: લાંચની ફરીયાદ રદ કરવાની અરજીમાં હાઈકોર્ટની સરકારને નોટીસ

    June 5, 2025
    રાજકોટ

    Rajkot: સાયબર ક્રાઈમના ગુનામાં બે આરોપીના જામીન રદ

    June 5, 2025
    રાજકોટ

    Rajkot: આર્થિક સકળામણથી યુવાને ઘેનની વધુ પડતી દવા પીધી

    June 5, 2025
    રાજકોટ

    Rajkot: પાલતુ શ્વાન ને ઘરમાં રાખવાનું કહેતા મહિલા પર પાડોશીનો હુમલો

    June 5, 2025
    રાજકોટ

    Rajkot: માનસિક બીમારી થી કંટાળી યુવકનો આપઘાત

    June 5, 2025
    રાજકોટ

    Rajkot: નારાયણ નગરમાં મકાનમાંથી જુગારધામ ઝડપાયું

    June 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.