Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, July 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkotમાં નવા નક્કોર ૩૩૦૦ આવાસ ધૂળ ખાઈ રહ્યાં છે, ન કોઈને ફાળવાયા
    રાજકોટ

    Rajkotમાં નવા નક્કોર ૩૩૦૦ આવાસ ધૂળ ખાઈ રહ્યાં છે, ન કોઈને ફાળવાયા

    Vikram RavalBy Vikram RavalDecember 10, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot,તા.૧૦

    લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પ્રતિ વર્ષ અબજો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જે ગ્રાન્ટથી રાજ્યની જુદી જુદી પાલિકાઓ દ્વારા આવાસ પણ બનાવવામાં આવે છે. પરંતુ આપને જાણીને આશ્ચર્ય થશે કે રાજકોટ મનપા દ્વારા નિર્મિત કેટલાક આવાસ તો છેલ્લા ૨૦૧૦ એટલે કે ૧૪-૧૪ વર્ષથી આવાસોની ફાળવણી ન થઈ હોવાના કારણે ખંડેર હાલતમાં તેમજ અસમાજિક તત્વોના અડ્ડા બની ચૂક્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

    દ્રશ્યો છે રાજકોટ શહેરના પોપટપરા વિસ્તારના. પોપટપરામાં વર્ષ ૨૦૧૯ માં ૬૯૦ જેટલા આવાસો બનીને તૈયાર થઈ ચૂક્યા છે. પરંતુ છ વર્ષ બાદ પણ આ આવાસની ફાળવણી કરવામાં ન આવતા આવાસો ખંડેર હાલતમાં જોવા મળી રહ્યા છે. આવાસો ખંડેર બની જતા અહીંયા દારૂ જુગાર સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ધમધમી રહી હોવાનો આક્ષેપ અહીંના સ્થાનિકો કરી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે, અહીંયા દારૂ, ચરસ, ગાંજા સહિતના માદક પદાર્થોનું સેવન કરવામાં આવે છે. રાત્રિના સમયે દારૂનું કટીંગ પણ થાય છે. તેમજ સ્થાનિકો અસામાજિક પ્રવૃત્તિ મામલે અવાજ ઉઠાવે તો તેમના અવાજને ડામી દેવામાં પણ આવે છે. જેના કારણે ખંડેર બની ચૂકેલા આવાસની આજુબાજુમાં રહેતી મહિલાઓ પોતાની જાતને સલામત નથી માની રહી. સ્થાનિકોની માગણી છે કે અહીંયા લાઇટિંગની પૂરી વ્યવસ્થા કરવામાં આવે તેમજ સિક્યુરિટી ગાર્ડ સહિતની ફાળવણી કરવામાં આવે તો જ અહીંયા સલામતીનો અહેસાસ શક્ય છે.

    રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, કેટલાક આવાસો ખંડેર હાલતમાં હોવાનું મારા ધ્યાને આવ્યું છે. સમગ્ર મામલે મારા દ્વારા તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. આવાસ યોજના સંભાળતા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે, સૌ પ્રથમ તમામ આવાસોને સ્વચ્છ કરવાની કામગીરી શરૂ કરવામાં આવે તેમજ ત્યારબાદ જેટલા પણ આવાસોમાં સમારકામની જરૂરિયાત છે તે તમામમાં સમારકામની શરૂઆત કરવામાં આવે. તેમજ આગામી સમયમાં જરૂરિયાતમંદ વ્યક્તિઓને આવાસોની ફાળવણી કરવામાં આવે. અત્યાર સુધીમાં શા માટે આવાસોની ફાળવણી કરવામાં નથી.

    સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, પોપટ પરા વિસ્તારમાં જે ૬૯૬ આવાસ ખાલી હાલતમાં જોવા મળી રહ્યા છે. તે બાબતે અગાઉ મહાનગરપાલિકા દ્વારા ડ્રો કરવામાં આવ્યો હતો. પરંતુ ત્યારે ત્યાં વસવાટ કરવા જવા કોઈ તૈયાર નહોતું જેના કારણે આવાસની ફાળવણી શક્ય નહોતી બની. આવાસની લેવાની ન નીકળતા ત્યારબાદ આવાસોને ભાડે ચડાવવા બાબતે પણ ટેન્ડરિંગ પ્રક્રિયા કરવામાં આવી હતી. પરંતુ પાંચ પાંચ વખત ટેન્ડરિંગ કરવામાં આવ્યું હોવા છતાં આજ દિવસ સુધી ત્યાં ભાડે લેવા બાબતે પણ કોઈ આગળ નથી આવ્યુ. જેના કારણે આવાસો આજે ખંડેર હાલતમાં પડેલા છે. જોકે રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ અતુલ રાજાણીનું કહેવું છે કે, રાજકોટ શહેરમાં ૩૩૦૦ જેટલા આવાસો ફાળવણી કર્યા વગરના પડ્યા છે. ત્યારે સમગ્ર મામલે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવાસની ફાળવણી તાત્કાલિક અસરથી કરવામાં આવે તે પ્રકારની રજૂઆત કરવામાં આવશે.

    ધૂળ ખાતા આ આવાસ રાજકોટ મહાનગરપાલિકાની બેદરકારીનો નમૂનો છે. પ્રજાના કરોડો રૂપિયાના ટેક્સ થી તૈયાર થયેલા આવાસ ફાળવણીના વાંકે ધૂળ ખાઈ રહ્યા છે. અધિકારીઓની અણ આવડતને કારણે ગરીબ લોકો ઘરના ઘર થી વંચિત રહ્યા છે. જોકે સરકાર આ આવાસ યોજના ગરીબોને ફાળવે તો ગરીબ પરિવારોને આશરો થશે. ક્યાં સુધીમાં આ આવાસ યોજના ગરીબ પરિવારોને ફાળવવામાં આવે છે તે જોવું રહ્યું.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: લાંચની ફરીયાદ રદ કરવાની અરજીમાં હાઈકોર્ટની સરકારને નોટીસ

    June 5, 2025
    રાજકોટ

    Rajkot: સાયબર ક્રાઈમના ગુનામાં બે આરોપીના જામીન રદ

    June 5, 2025
    રાજકોટ

    Rajkot: આર્થિક સકળામણથી યુવાને ઘેનની વધુ પડતી દવા પીધી

    June 5, 2025
    રાજકોટ

    Rajkot: પાલતુ શ્વાન ને ઘરમાં રાખવાનું કહેતા મહિલા પર પાડોશીનો હુમલો

    June 5, 2025
    રાજકોટ

    Rajkot: માનસિક બીમારી થી કંટાળી યુવકનો આપઘાત

    June 5, 2025
    રાજકોટ

    Rajkot: નારાયણ નગરમાં મકાનમાંથી જુગારધામ ઝડપાયું

    June 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.