Rajkot તા.૪
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે ૨૦ જૂના જોગીઓને મેદાનમાં ઉતાર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ રાજકીય પક્ષો દ્વારા સેન્સ લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ૨૬ એપ્રિલે એક જ તબક્કામાં ૧૫ મહાનગર પાલિકા, ૮૪ નગરપાલિકા, ૩૪ જિલ્લા પંચાયત અને ૨૬૦ તાલુકા પંચાયતની ૧૦૦૦૫ બેઠકો પર ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ તેમજ ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાને વેગવંતી બનાવી છે.
કોંગ્રેસ દ્વારા ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. તેમજ આજે વિવાદાસ્પદ બેઠકો માટે પ્રદેશ કક્ષાએ નિરીક્ષકોની બેઠક યોજાનાર છે. જેમાં ચર્ચા વિચારણા કર્યા બાદ આગળની ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. શનિવારે કોંગ્રેસ દ્વારા સૌ પ્રથમ મહાનગર પાલિકાના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને ૫ એપ્રિલે ઉમેદવારો જાહેર કરાશે.
રાજકોટમાં કોંગ્રેસે જૂના જોગીઓને મેદાને ઉતારવાનો નિર્ણય લીધો છે. જેમાં ૨૦ જેટલા ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરાઈ છે.જેમાં રમેશ જુંજા વોર્ડ નં.૧,નયનાબા જાડેજા વોર્ડ નં.૨,ગાયત્રીબા વાઘેલા વોર્ડ નં.૩, અતુલ રાજાણી વોર્ડ નં.૩,ઠાકરશી ગજેરા વોર્ડ નં.૪,શૈલેષ સાકરીયા વોર્ડ નં. ૬,રણજીત મુંઘવા વોર્ડ નં.૮,રાખોલિયા ભગત વોર્ડ નં. ૮,ગિરીશ ઘરસણિયા વોર્ડ નં.૯,કેતન તાળા વોર્ડ નં.૧૧,સંજય અજુડિયા વોર્ડ નં.૧૨, જાગૃતિ ડાંગર વોર્ડ નં.૧૩,કમલેશ કોઠીવાલા વોર્ડ નં.૧૩, રાજુ ચાવડીયા વોર્ડ નં.૧૪,વશરામ સાગઠિયા વોર્ડ નં. ૧૫,મકબુલ દાવદાણી વોર્ડ નં. ૧૫,સુરેશ ગેરૈયા વોર્ડ નં.૧૬,રસિક ભટ્ટ વોર્ડ નં.૧૭,નિલેશ મારૂ વોર્ડ નં.૧૮

