તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ
Rajkot તા.૯ઃ
મોરબીના રફાળેશ્વર ગામે રહેતી ૨૭ વર્ષીય મહિલાને બે શખ્સો ઢીકા પાટુનો માર મારતા ઇજાગ્રસ્ત હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો આ અંગે મહિલાના ભાઈ ને જુગાર બાબતે આરોપી પ્રકાશ સાથે જગાડો થયો હતો જે અંગે મારામારી થયાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના રફાળેશ્વર ગામે રહેતી સુનીતાબેન ખીમજીભાઇ પરમાર ઉંમર વર્ષ ૨૭ વર્ષીય મહિલા ગઈકાલે મોરબી તરફથી ચાર વાગ્યે આસપાસ આવતી હતી ત્યારે રફાળેશ્વર ગામમાં પ્રકાશ તથા તેની સાથેના માણસોએ મહિલાને ઢીકાપાટુનો માર મારતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ઘટનાની જાણ થતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન નો સ્ટાફ દોડી ગયો હતો આ અંગે ઇજાગ્રસ્ત મહિલાના નણંદે જણાવ્યું કે મહિલાના ભાઈ એ જુગાર રમવા બાબતે પ્રકાશ સાથે ઝઘડો થયો હતો પ્રકાશ દ્વારા ભાઈ સાથેના ઝગડા ખાર રાખી મહિલાને મારામારી કર્યાનું આક્ષેપ કર્યો હતો આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

