Rajkot , તા.8
ગુજરાતમાં રાજકોટ સહિત જિલ્લા અને મહાનગરોમાં પ્રમુખની પસંદગીનો તખ્તો દિલ્હી ફેરવાયો છે તે સમયે રાજકોટમાં ચોક્કસ નામો સોશ્યલ મીડિયામાં ફેરવીને તેનું પત્તું કપાઇ જાય તેવી રમત પણ ચાલુ થઇ હોવાના સંકેત છે. દિલ્હીમાં હજુ ગુજરાત ભાજપના અગ્રણીઓ પહોંચ્યા છે તેઓ મોવડી મંડળ સાથે વાટાઘાટ કરી રહ્યા છે અને માનવામાં આવે છે કે તા.10ની આસપાસ નામો જાહેર થશે. એક તર્ક એવો પણ છે કે રાજકોટ ઉપરાંત વડોદરામાં પ્રમુખ માટે ખુબ જ જુથવાદ અને વિરોધાભાસી રજૂઆત થઇ છે અને તેથી રાજકોટ, વડોદરા, અમદાવાદ સહિતના મહાનગરો કે જ્યાં સૌથી વધુ જુથવાદ જોવા મળ્યો હતો ત્યાં નિર્ણય મુલત્વી રાખી શકાય છે. પણ રાજકોટમાં તે પૂર્વે સોશ્યલ મીડિયામાં ચોક્કસ નામની પસંદગી પ્રમુખ તરીકે થઇ છે તેવા મેસેજ વાયરલ કરીને હરિફ દ્વારા તે નામ પર ચોકડી લાગી જાય તેવા પ્રયાસો પણ કરાઇ રહ્યા હોવાનું પક્ષના સુત્રોએ જણાવ્યું હતું. ખાસ કરીને જ્યાં સુધી અમિતભાઇ શાહ લીલઝંડી ન આપે ત્યાં સુધી કોઇ નામ જાહેર થશે નહીં.
Trending
- ૧૯૭૧ બાદ પહેલી વાર મન મૂકીને વરસશે વરસાદ, IMD નું એલાન
- Congress leader Pawan Khedaને Supreme Court તરફથી મોટી કાનૂની રાહત મળી
- Pakistanમાં પેટ્રોલ-ડીઝલ ૪00ને પાર પહોચ્યું
- 02 મેનું પંચાંગ
- 02 મેનું રાશિફળ
- Pakistanમાં એક અઠવાડિયામાં ૩ મોટા આતંકી ઠાર
- પ્રતિષ્ઠિત Vande Bharat Trainના નાસ્તામાંથી કીડા નીકળ્યા
- Americaથી આવશે અબજો ડોલર: ૧૧ મેથી ટેરિફ રિફંડ

