Rajkot , તા.૧૧
રાજકોટ મનપાની ચૂંટણી અંતર્ગત પ્રદેશ અઘ્યક્ષ જગદીશ વિશ્વકર્માજી, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી અને રાજકોટ શહેર સંગઠન પ્રભારી અને પ્રદેશ મહામંત્રી અનિરૂઘ્ધ દવેની સુચના અનુસાર પ્રદેશ કક્ષાએથી રાજકોટ મનપાના ઉમેદવારોનુ વિજય વિશ્વાસ સંમેલન રાજકોટ શહેર પ્રમુખ ડો.માધવ દવે, મહામંત્રી વલ્લભ દુધાત્રા, લલીત વાડોલીયા, યોગેન્દ્રસિંહ જાડેજાના માર્ગદર્શન રાજકોટના બહુમાળી ભવન પાસે આવેલ વલ્લભ પટેલની પ્રતિમા પાસે રાજકોટ મનપાનો વિજય વિશ્વાસ સંમેલન યોજવામાં આવેલ હતુ. આ તકે લોકસભા સાંસદ પરશોતમ રૂપાલા, રાજકોટ શહેર પ્રમુખ ડો.માધવ દવે, ધારાસભ્ય ઉદય કાનગડ, ડો.દર્શિતા શાહ, રમેશ ટીલાળા, ભાનુબેન બાબરીયા, પૂર્વ પ્રદેશ ઉપાઘ્યક્ષ ડો.ભરત બોઘરા, મહામંત્રી વલ્લભ દુધાત્રા, પ્રદેશ આમંત્રીત કારોબારી સભ્યો, વિશેષ કારોબારી સભ્યો સહિત તમામ રાજકોટ સંગઠન હોદેદારોએ રાજકોટ મનપાની ચુંટણીના ભાજપના ઉમેદવારોનો વિશ્વાસ વધે અને ભારતીય જનતા પાર્ટીને જનસમર્થન મળે અને દેશનો વિકાસ થાય તે માટે પાર્ટીનો ઉમેદવાર વધુને વધુ લીડ સાથે જીતે તે માટે સૌને શુભેચ્છા પાઠવી હતી.

