મેં સાડી કાપી લાશ નીચે ઉતારી, બાળકોને ટાંકામાંથી કાઢ્યા‘‘ પતિની આ વાતોથી પિયર પક્ષે શંકા વ્યક્ત કરી
Rajkot તા.૬ઃ
Rajkot નજીક આવેલા ખેરડી ગામમાં પરણિતાની ગળાફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ મામલે મૃતકના માવતર પક્ષે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે આ આત્મહત્યા નથી પરંતુ હત્યા છે. મૃતક કંચનબેનને તેના પતિ સવજી જમોડના અન્ય મહિલા સાથેના અનૈતિક સંબંધોની જાણ થઈ જતા બંને વચ્ચે લાંબા સમયથી ઘર કંકાસ ચાલતો હતો, પ્રાપ્ત વિગતો મુજબ, ખેરડી ગામમાં રહેતા કંચનબેન સવજીભાઈ જમોડ (ઉં.વ. ૩૫) ગત મોડી રાત્રે આશરે ૧૩૦ વાગ્યાની આસપાસ પોતાના ઘરે હતા, ત્યારે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો.
ઘટનાની જાણ થતા ૧૦૮ની ટીમ દોડી ગઈ હતી અને ઈએમટી દ્વારા તેમને મૃત જાહેર કરાયા હતા. શરૂઆતમાં મૃતદેહને કુવાડવા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડાયો હતો, પરંતુ પરિવારજનોએ આક્ષેપ કરી હત્યાની શંકા દર્શાવતા, સત્ય બહાર લાવવા માટે મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો હતો.
આ ઘટના અંગે આક્ષેપો કરતા મૃતક કંચનબેનના મોટાભાઈ હિંમતભાઈ મૂળજીભાઈ સરવૈયાએ (રહે. ફુલઝર, તા. ગોંડલ) જણાવ્યું હતું કે, . ૧૨ વર્ષ પહેલાં તેમના લગ્ન ખેરડીના સવજી જમોડ સાથે થયા હતા. છેલ્લા આઠેક મહિનાથી બંને વચ્ચે કંકાસ ચાલતો હતો કારણ કે સવજીને અન્ય કોઈ મહિલા સાથે સંબંધ હતો અને મારી બહેનને આ વાતની ખબર પડી ગઈ હતી. અગાઉ કંચન રિસામણે પણ આવી હતી પરંતુ સમાધાન કરીને મોકલી હતી. સવજી દર વખતે સમાધાન કરતો પણ સંબંધો ચાલુ રાખતો અને ક્યારેક ૧૫-૧૫ દિવસ ઘરે આવતો નહોતો. તે મારી બહેન સાથે મારકૂટ પણ કરતો હતો.
ત્રણેય સંતાનોને પાણીના ટાંકામાં નાખી દીધા હતા, જેમને મેં બહાર કાઢી લીધા છે.‘‘ આ સાંભળી હિંમતભાઈએ લાશ નીચે ન ઉતારવા કહ્યું હોવા છતાં, સવજીએ સાડી છરીથી કાપીને લાશ પહેલેથી જ નીચે ઉતારી લીધી હતી. માવતર પક્ષના જણાવ્યા મુજબ, બાળકોને ટાંકામાં નાખવાની વાત સદંતર ખોટી અને શંકા ઉપજાવનારી છે. વધુમાં, કંચનબેનના શરીર પર ચાંભાના નિશાન પણ જોવા મળ્યા છે, જે દર્શાવે છે કે વિરોધ કરવા બદલ તેની હત્યા કરવામાં આવી હોઈ શકે છે. આ મામલે કુવાડવા રોડ પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

