Rajkot,તા.23
શહેરના દૂધ સાગર રોડ પર આવેલી રાજ શ્રમજીવી સોસાયટીમાં મકાનમાં અને ગૌરીદડ ગામની સીમમાં ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે જુગારના દરોડા પાડી, રૂ.૯૦ હજારની રોકડ સાથે ૧૨ પત્તા પ્રેમીને ઝડપી લીધા છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ દૂધસાગર રોડ પર આવેલી લાખાજી રાજ શ્રમજીવી સોસાયટી માં રહેતો આબિદ નામનો શખ્સ તેના મકાનમાં જુગાર ધામ ચલાવી રહ્યો હોવાની બાતમી ક્રાઈમ બ્રાન્ચ પીએસઆઇ વી ડી ડોડીયાની ટીમને મળી હતી. ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે મકાનમાં દરોડો પાડી જુગાર રમતો આબિદ, શાહરૂખ, આરીફ, અલ્તાફ અને અરબાઝ નામના શખ્સોને રૂ.૧૭ હજારની રોકડ સાથે ક્રાઈમ બ્રાન્ચ પીએસઆઇ વિ ડી ડોડીયા, હેડ કોન્સ્ટેબલ ધારાભાઈ વનારીયા અને રાજેશભાઈ જલુ સહિતના સ્ટાફે ઝડપી લીધા છે.
જ્યારે જુગારનો બીજો દરોડો મોરબી રોડ પર આવેલા ગૌરીદડ ગામની સીમમાં આવેલી ચંદુભાઈની વાડી પાસે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પાડી, જુગાર રમતો ચંદુ, નરેન્દ્ર , રાજેશ, પ્રવીણ, શૈલેષ અને દિનેશ નામના પ્રતા પ્રેમીઓને રૂ.૭૩ હજારની રોકડ સાથે ક્રાઈમ બ્રાન્ચ પી.આઈ એમ આર ગોંડલીયાની ટીમના એ
એસ આઈ અનિલભાઈ સોનારા, હેડ કોન્સ્ટેબલ કનકસિંહ સોલંકી અને હરપાલસિંહ જાડેજા સહિતના સ્ટાફે ઝડપી લીધા છે.

