Rajkot , તા.15
ગઇકાલે સતત ત્રીજા દિવસે 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહેવા પામ્યું હતું. તેમજ અમદાવાદમાં 41.4, અમરેલેમાં 41.1, વડોદરામાં 40.4, ભાવનગરમાં 39, ભૂજમાં પણ 39 ડિગ્રી, તેમજ ડાાંગમાં 38.2, ડિસામાં 38.8 જ્યારે ગાંધીનગરમાં 40.8 અને સુરતમાં 39.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે બપોરે મોટા ભાગનાં શહેરોમાં ભેજ ઘટી ગયો હતો અને પવનની સરેરાશ ઝડપ 15 થી 20 કિ.મી. રહેવા પામી હતી. આથી બપોરે આકરા તાપ સાથે અંગ દઝાડતી લૂનો પણ અનુભવ થયો હતો.
તેમજ જામનગરમાં ગઈકાલે મહતમ તાપમાનનો પારો 38 ડીગ્રી પહોંચ્યા પછી આજે તેમાં 2 ડિગ્રીના ઘટાડા સાથે 36 ડિગ્રી નોંધાયું હતું.જ્યારે લઘુતમ તાપમાનમાં 1.5 ડિગ્રીના ઘટાડા સાથે 25 ડિગ્રી રહ્યું હતું.જ્યારે શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 69 ટકા તો પવનની ગતિ પ્રતિકલાક 13 કિમી રહ્યો હતો.
શહેરમાં ગરમીનો પારો ઊંચકાતા સવારથી કાળઝાળ ગરમીનો પ્રભાવ રહે છે જો કે પવનની ગતિ વધુ હોય જેથી ગરમીમાં રાહત લોકો મેળવી રહ્યા છે. બપોર ના વધુ આકરા તાપમાનના લીધે મેડિકલી એડવાઇઝરી જાહેર કરી છે.

