Rajkot તા.૧૩ઃ
ભારતના દૂરંદેશી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના ભારત સેમી કંડકટર મિશન અંતર્ગત આવનાર યુગ સેમી કંડકટર્સનો હશે અને ભારત દેશનું એમાં વિશેષ યોગદાન રહે તે માટે સરકારશ્રી દ્વારા ઘણા બધા ચીપ ડિઝાઇન – સેમિકન્ડક્ટર્સ પ્લાન્ટ સ્થાપવા મંજૂરીઓ અપાયેલ છે. આ એડવાન્સ ટેકનોલોજી માટે આવનાર પેઢીના વિદ્યાર્થીઓ, અધ્યાપકો, શું યોગદાન આપી શકે ? તે માટે -વાણી કાર્યક્રમ અંતર્ગત મળેલ અનુદાન ની સહાયથી વીવીપી કોલેજના ઇ.સી. વિભાગ દ્વારા બે દિવસીય વર્કશોપનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવેલ. આ વર્કશોપમાં ૮૭થી વધુ ફેકલ્ટી મેમ્બર્સ, રિસર્ચ સ્કોલર્સ અને ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધેલ હતો.
કાર્યક્રમના ઉદઘાટન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે વીવીપીના ઇસી વિભાગના ભૂતપૂર્વ વિદ્યાર્થી ઇલેક્ટ્રોનિક્સમાં નામાંકિત કામગીરી કરી પોતાનો ઉદ્યોગ સ્થાપિત કરનાર અને રાજકોટના પ્રથમ ચીપ ડિઝાઇનર શ્રી ચિંતનભાઈ મહેતાએ પ્રાસંગિક પ્રવચન આપેલ અને જણાવેલ કે આવનાર યુગ સેમી કંડકટર્સનો છે, તેનું લેટેસ્ટ ટેકનોલોજી તથા એઆઈ સાથે ઇન્ટીગ્રેશન ભવિષ્યમાં બહુ બધી તકો ઉપલબ્ધ કરશે. બીજા તજજ્ઞોમાં
ડો. મહેશ એન જીવાણી, પ્રોફેસર ઇલેક્ટ્રોનિક્સ ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હેડ દ્વારા સ્માર્ટ કનેક્ટેડ સિસ્ટમ કેવી રીતે બિલ્ડીંગ કરવી એ વિશે માહિતી આપેલ. આત્મીય યુનિવર્સિટીના પ્રોફેસર અને ડીન ડો. યજ્ઞેશ બી. શુક્લાએ સ્માર્ટ સસ્ટેનેબલ હાર્ડવેર નું ભવિષ્ય કેવું રહેશે એ બાબતે તલસ્પર્શી ચર્ચા કરેલ.
એ ડી પટેલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી વલ્લભ વિદ્યાનગરના પ્રો. ડો. હેતલ એન. પટેલ દ્વારા ઇન્ટેલિજન્ટ સિસ્ટમસ, ડિજિટલ ડિઝાઇન અને એઆઈ, આઈઓટી એપ્લિકેશન ડિઝાઇન કરવા માટે હેન્ડ્સ ઓન વેરીલોગ પ્રોગ્રામિંગ શ્રોતાઓને વિગતવાર સમજાવેલ. સીસ્ટમ વેરીલોગ ચીપ ડિઝાઇન માટે એક અગત્યની પ્રોગ્રામિંગ સ્કીલ છે. રાજકોટ મેટોડા સ્થિત આટ્રોનિક્સ ઇનોવેશન પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક અને સીઈઓ શ્રી કલ્પેશભાઈ ગજેરા દ્વારા સ્માર્ટ આઇઓટી સિસ્ટમ માટે જે એડવાન્સ સેન્સર્સની જરૂર પડશે તેની વિગતવાર છણાવટ કરેલ હતી. સિસ્ટમ લેવલ સોલ્યુશન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કે જે આણંદ ખાતે સેમિકન્ડક્ટર અને ચીફ ડિઝાઇન ની અગ્રગણ્ય કંપની તરીકે વર્ષોથી કામગીરી કરી રહી છે, ત્યાંથી આરટીએલ ડિઝાઇન ના સિનિયર ટેકનિકલ હેડ શ્રી હિરલભાઈ પાટડીયા દ્વારા સેમિકન્ડક્ટર એપ્લિકેશન માં ફિલ્ડ પ્રોગ્રામેબલ ગેટ એરે અને એસ પી જી ઓ નો રોલ અને ભવિષ્ય વિશે તેમના પ્રથમ સેશનમાં વિગતવાર સમજણ આપેલ તેઓ જ દ્વારા બીજા સેશનમાં (એફ પી જી એ) ચીફ ડિઝાઇન કરવા માટે જરૂરી હેન્ડ્સ ઓન પ્રેક્ટિસ કરાવેલ. જેમાં એફપીજીએ ફ્રોમ લોજીક ટુ સિલિકોન પર પ્રોગ્રામિંગ સમજાવેલ. બે દિવસના વર્કશોપના છેલ્લા સેશનમાં ઇ-ઇન્ફોચીપ (એરો) કંપનીના એપ્લિકેશન સ્પેસિફિક ઇન્ટીગ્રેટેડ સર્કિટ (એસીક) વિભાગના ફિઝિકલ ડિઝાઇન એન્જિનિયર શ્રી જયેશ ચૌહાણ દ્વારા ૩ ડાયમેન્શન આઈ.સી એન્ડ ઇમરજિંગ ટ્રેન્ડ્સ ઇન સેમિકન્ડક્ટર વિષય પર એડવાન્સ ૩ ડી આઇસી વિશે પોતાના જ્ઞાનનું આદાન-પ્રદાન કરેલ.

