૧૧જુગારી મળી રૂ ૮૩૨૦૦નો મુદામાલ કબ્જે કર્યો ત્રણની શોધખોળ
Rajkot તા.૬ઃ
Rajkot જિલ્લાના બે સ્થળોએ જુગારધામના દરોડામાં વિછીયા તાલુકાના મોઢુકા ગામે સીમમાંથી અને ભાયાવદર ગામની સીમ માંથી જુગાર ધામના દરોડામાં જુગટુ રમતા ૧૧ શકુનિ પાસે થી રૂ ૮૩૮૨૦ નો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી ત્રણ શખ્શોની શોધખોળ હાથ ધરી છે
આ અંગે મળતી માહિતી મુજબ પ્રથમ બનાવમાં રાજકોટ રૂરલના વિંછીયા પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગ હતી તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલ કે વિંછીયા તાલુકાના મોઢુકા ગામે સીમ વિસ્તારમાં વિનુભાઈ કાળુભાઈ તાવિયા ની વાડીએ જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી આધારે દરોડો પાડતા વિંછીયા તાલુકા પાટિયાળી ગામે રહેતા અમૃત રાયધનભાઈ મકવાણા,મોઢુકા ગામે રહેતો આશિષ ભાવેશભાઈ વેગડ, મોઢુકા ગામે રહેતા જયંતિ રાઘવભાઈ તાવિયા, મોઢુકા ગામે રહેતા વિજય ભરતભાઈ તાવિયા, મોઢુકા ગામે રહેતા મહેશ કુકાભાઈ વેગડ, મોઢુકા ગામે રહેતા સંદીપ જાદવભાઈ તાવિયા, પાટીયાળી ગામે રહેતા કિરણ રાયધનભાઈ મકવાણા ગોડલાધાર ગામે રહેતા રાજુભાઈ વલ્લભભાઈ માણકોલીયા, પાટીયાળી ગામે રહેતા મેહુલભાઈ બળદેવભાઈ મકવાણાને જુગટુ રમતા નવ શખ્સો ને વિંછીયા પોલીસે રૂ ૪૦૧૨૦નો રોકડ મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા અને તમામ આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે
બીજા બનાવ માં ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામની સીમમાં જયુભા દરબારની વાડી માં બાતમી આધારે દરોડો પાડતા ભાયાવદર ગામે ભોજાણી શેરી રહેતા રસિક ડાયાભાઈ ભાલોડીયા, સિનેમા રોડ પર રહેતા ભગવાનજી ખોડાભાઈ માકડીયા, દરબારગઢમાં રહેતા જયુભા દાનુભા જાડેજા, ધોબીતલ માં રહેતા ભીમા ઠેબરભાઈ કોળી, દરબાર ગઢમાં રહેતા ભરતભાઈ શિવભાઈ ચુડાસમા ને જુગટુ રમતા ઝડપી પાડી રૂ ૪૩૭૦૦ રોકડા નો મુદ્દામાલ કબ્જે કરી તમામ શખ્શો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને જયુભા ચુડાસમા, ભીમા કોળી, ભરતસિંહ ચુડાસમા પોલીસ ને ચકમો આપી ફરાર થઈ ગયા હતા આ અંગે ભાયાવદર પોલીસે ત્રણ શકુની ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે ભાયાવદર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આરએન ડેરૈયા તપાસ ચલાવી રહ્યા છે

