Rajkot, તા.18
તા.૧૯ ને ગુરૂવારથી તા.૨ ને ગુરૂવાર સુધી રામનવમી મહોત્સવ ઉજવવામાં આવશે. તા.૧૯ ને ગુરૂવારથી તા.૨૭ ને શુક્રવાર સુધી સવારે ૭ થી ૮ પુજન, નિજ મંદિર હોલ ખાતે કરાશે. સવારે ૮.૩૦ થી ૧ રામચરિત માનસજીના સમૂહ પાઠ, નિજ મંદિર હોલ ખાતે જ કરાશે. પ્રભુદાસ અગ્નિહોત્રી વ્યાસ રામાયણના પાઠનુ રસપાન કરાવશે. રામચરિતમાનસના સમૂહ પાઠ તથા કથા પ્રસંગ દરેક સર્વે ધર્મપ્રેમી ભાઈઓ-બહેનોને ઉપસ્થિત રહી અવશ્ય લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ ઉપરાંત કળશ સ્થાપન તથા રામચરિતમાનસના સમૂહ પાઠનો પ્રારંભ તા.૧૯ ને ગુરૂવારે સવારે ૮.૩૦ કલાકે થશે. રામચરિત માનસપાઠ પ્રસંગે રામ જન્મોત્સવ તા.૨૦ ને શુક્રવાર સવારે ૧૧ વાગ્યે થશે. રામચરિત માનસ પાઠ પ્રસંગે રામ વિવાહ તા.૨૧ ને શનિવાર સવારે ૧૧-૧૫ કલાકે, રામચરિત માનસ પાઠ પ્રસંગે રામ રાજ્યભિષેક સવારે ૮.૪૫ કલાકે તા.૨૭ ને શુક્રવારે થશે અને બપોરે ૧૨ કલાકે રામ જન્મોત્સવ થશે. આ તમામ કાર્યક્રમ નિજ મંદિર હોલમાં યોજાશે. રામનવમીના દિવસે સદગુરૂ મહાપ્રસાદ રણછોડદાસબાપુ આશ્રમની સામેનુ ગ્રાઉન્ડ, આશ્રમ માર્ગ ખાતે બપોરે ૧૨ થી ૨ સુધી રાખવામાં આવ્યો છે.

