Mumbai,તા.27
જેની કાગડોળે વાટ જોવામાં આવી રાહ જોવામાં આવી રહી છે તે રણબીર કપૂરની ફિલ્મ રામાયણનું પ્રમોશન વિદેશમાં શરૂ થઇ ગયું છે. ભગવાન રામની ભૂમિકા ભજવવાનો પડકાર ઝીલી રહેલાં રણબીર અને રાવણની ભૂમિકા ભજવી રહેલાં યશ વિદેશમાં ફિલ્મનો પ્રચાર કરવા પહોંચી ગયા છે. સાન ડિયેગોમાં કોમિક કોન ૨૦૨૬માં બોલતાં રણબીર કપૂરે જણાવ્યું હતું કે મારા માટે રામાયણ ફિલ્મનુ મહત્વ એ અંગત કારણે પણ છે કે મારી પુત્રી રાહા ની આ પહેલી ફિલ્મ હશે જે તે મોટાં પડદે નિહાળશે. હું મારી પુત્રીને આ ફિલ્મ બતાવવા માટે ખૂબ ઉત્સુક છું. રામાયણ તેના માટે મોટાં પડદે જોવાનારી પ્રથમ ફિલ્મ બની રહેશે. રામાયણની કથાનો બાળકોને પરિચય કરાવવા માટે ઉત્તમ રીત તેમની સાથે બેસી રામાયણ ફિલ્મ જોવી તે છે.
ફિલ્મના નિર્માતા નમિત મલ્હોત્રાએ જણાવ્યું હતું કે રામાયણના દુનિયાના દર્શકો સમક્ષ રજૂ કરવાની મારી મહત્વાકાંક્ષા સાકાર થવા જઇ રહી છે.સોની પિકચર્સ એન્ટરટેઇનમેન્ટ સાથે અમારી પાર્ટનરશિપને કારણે મારી આ મહત્વાકાંક્ષા વાસ્તવિકતા બનવા જઇ રહી છે. અમે ટૂંક સમયમાં દુનિયા સમક્ષ ફિલ્મનું ટ્રેલર રજૂ કરીશું. ફિલ્મનું ટ્રેલર સાન ડિયેગોમાં રજૂ કરવાની જાહેરાત કર્યા બાદ છેલ્લી ઘડીએ ટ્રેલર લોન્ચ ઇવેન્ટને મોકૂફ રાખવામાં આવી હતી.રામાયણ ફિલ્મને હોલીવૂડની મોટી ફિલ્મની જેમ પુરી ઝાકઝમાળ સાથે દુનિયાના દર્શકો સમક્ષ રજૂ કરવાની નિર્માતાઓની યોજના છે. રામાયણ ફિલ્મને બે ભાગમાં રજૂ કરવામાં આવશે.

